Global Leaders Approval Ratings: પીએમ મોદી ફરીથી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, જાણો વિગત
Global Leaders Approval Ratings: ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી 70 ટકા એપ્રૂવલ સાથે ટોપ પર છે. તેમને વિશ્વમાં સૌથી વધારે રેટિંગ મળ્યું છે.
Global Leaders Approval Ratings: PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. મોર્નિંગ કન્સલટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી 70 ટકા એપ્રૂવલ સાથે ટોપ પર છે. પીએમ મોદીને દુનિયાભરમાં સૌથી વધારે રેટિંગ મળ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે 2019માં ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યુ હતું.
બીજા નંબરે કોણ છે?
મેક્સિલન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા રેટિંગ સાથે બીજા ક્રમે છે. જે બાદ ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાગી 58 ટકા સાથે ત્રીજા ક્રમે છે. જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ 54 ટકા સાથે ચોથા નંબર પર અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન 47 ટકા સાથે પાંચમાં નંબર પર છે.
જો બાઈડેન કેટલામાં ક્રમે ?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન 44 ટકા સાથે છઠ્ઠા ક્રમે છે. કેનેડાના જસ્ટિન ટ્રૂડો 43 ટકા સાથે સાતમા સ્થાન પર છે, જ્યારે યુનાઈડેટ કિંગડમના બોરિસ જોનસન 40 ટકા સાથે 10માં ક્રમે છે.
વૈશ્વિક નેતાઓનું રેટિંગ
નરેન્દ્ર મોદી- 79 ટકા
લોપેઝ ઓબ્રાડોર- 66 ટકા
મારિયો ડૈગ્રી – 58 ટકા
એન્જેલા મર્કેલ – 54 ટકા
સ્કોટ મોરિસન – 47 ટકા
જસ્ટિન ટ્રૂડો-45 ટકા
જો બાઈડેન – 44 ટકા
ફઉમિયો કિશિદા- 42 ટકા
મુન જે ઈન - 41 ટકા
બોરિસ જોનસન – 40 ટતા
પેડ્રો સાંચેઝ – 37 ટકા
ઈમેનુએલ મૈંક્રો – 36 ટકા
જાયર બોલ્સોનારો – 35 ટકા
શું છે મોર્નિંગ કન્સલટ
મોર્નિંગ કંસલ્ટ એક પોલિટિકલ ઈંટેલિજેંસ રેટિંગ કંપની છે. જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઈડેટ કિંગડમ અને અમેરિકામાં સરકારી નેતાઓ માટે રેટિંગ ટ્રેક કરે છે. સાપ્તાહિક આધારે આ કંપની 13 દેશોમા ડેટા અપડેટ કરે છે.