શોધખોળ કરો
Advertisement
ભારત આવવા માટે ફ્રાંસથી 5 રાફેલ ફાઈટર જેટે ઉડાણ ભરી, 29 જુલાઈએ વાયુસેનામાં થશે સામેલ
પાંચ લડાકૂ વિમાને ફ્રાંસથી ઉડાણ ભરી લીધી છે, એક દિવસ બાદ પાંચેય વિમાન અંબાલા એરબેઝ પર પહોંચી જશે.
ફ્રાંસના મેરિગ્નાક બેઝ પરથી રાફેલ લડાકૂ વિમાન ભારત આવવા માટે રવાના થયા છે. પાંચ લડાકૂ વિમાને ફ્રાંસથી ઉડાણ ભરી લીધી છે, એક દિવસ બાદ પાંચેય વિમાન અંબાલા એરબેઝ પર પહોંચી જશે. બુધવારે આ વિમાનોને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ પાંચ વિમાન અંબાલા પહોંચ્યા પહેલા યૂએઈઈમાં અબૂધાબી પાસે અલ-દફ્રા એરબેઝ પર રોકાશે. આ વિમાનોમાં બે ટ્રેનર એરક્રાફ્ટ છે અને ત્રણ લડાકૂ મેરિગ્નાકમાં રફાલ બનાવતી કંપની, દસૉ દસૉલ્ટની ફેસેલિટી છે જ્યાં તેનું નિર્માણ થયું છે.
અંબાલા એરબેઝ પર રાફેલ લાડાકૂ વિમાનોની પૂરી તૈયારી કરી લેવાામાં આવી છે. કારણ કે પ્રથમ ખેપ દિલ્હીથી નજીક હરિયાણાના આ બેઝ પર તૈનાત કરવામાં આવશે. રાફેલ ફાઈટર જેટની તૈનાતી માટે અંબાલા એરબેઝ પર અલગથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હૈંગર, એર સ્ટ્રીપ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સામેલ છે.
ભારતીય વાયુસેનામાં રાફેલનું સામેલ થવું દક્ષિણ એશિયામાં ગેમચેન્જર માનવામાં આવે છે. કારણ કે રફાલ 4.5 જેનરેશન મીડિયમ મલ્ટરોલ એરક્રાફ્ટ છે. મલ્ટીરોલ હોવાના કારણે બે એન્જિન વાળુ રફાલ ફાઈટર જેટ એર-સુપ્રેમૈસી એટલે કે હવામાં પોતાની બાદશાહત કાયમ રાખવાની સાથે સાથે ડીપ પૈનેટ્રેશન એટલે કે દુશ્મની સરહદમા ઘૂસી હુમલો કરવા માટે સક્ષમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion