શોધખોળ કરો
Advertisement
SBIમાં નિકળી બમ્પર ભરતી, 8000 ક્લાર્કની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા શરૂ
ભારતીય સ્ટેટ બેંકમાં 8000 જૂનિયર એસોસિએટના પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંકે જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકમાં 8000 જૂનિયર એસોસિએટના પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંકે જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેને તમે SBIની ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકો છો. જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 26 જાન્યુઆરી 2020 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે લઘુત્તમ વયમર્યાદા 20 અને મહત્તમ 28 વર્ષ છે. 1 જાન્યુઆરી, 2020થી ઉંમરની ગણતરી કરવામાં આવશે. અરજદારનો જન્મ 02.01.1992 પહેલાં અને 01.01.2000 પછી થયો ન હોવો જોઈએ. એસસી, એસટી વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ અને પીડબ્લ્યૂડી ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. કોઈપણ પ્રવાહના સ્નાતકો તેમાં અરજી કરી શકે છે.
ઉમેદવારોની પસંદગી પ્રી અને મેન્સ એગ્ઝામ પછી લોકલ લેંગ્વેજ ટેસ્ટના આધારે કરવામાં આવશે. પ્રીલિમ્સ પાસ કરનાર ઉમેદવાર જ મેન્સની પરીક્ષા આપી શકશે. એસબીઆઈએ નોટિફિકેશનમાં એસબીઆઈ ક્લાર્ક પ્રીલિમ્સની સંભવિત તારીખ ફેબ્રુઆરી/માર્ચ આપી છે. જ્યારે એસબીઆઈ ક્લાર્ક મેન્સની તારીખ 19 માર્ચ 2020 આપી છે. પ્રી એગ્ઝામના એડમિટ કાર્ડ 11 ફેબ્રુઆરી, 2020થી અને મેન્સ એગ્ઝામના એડમિટ કાર્ડ એપ્રિલના બીજા સપ્તાહથી ડાઉનલોડ કરી શકાશે.
ઉમેદવારો www.sbi.co.in ના માધ્યમથી 03/01/2020 થી 26/01/2020 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement