Tata Sons Air India Bid: ટાટા ગ્રુપને એર ઇન્ડિયાની કમાન, જાણો કેટલા કરોડ રૂપિયાની બોલી લગાવી
એર ઇન્ડિયાની સ્થાપના જહાંગીર રતનજી દાદાભાઇ (જેઆરડી)ટાટાએ 1932માં કરી હતી. એ સમયે આ વિમાન કંપનીને ટાટા એરલાઇન્સ કહેવામાં આવતું હતું.
Air India Bid: ટાટા ગ્રુપને એર ઇન્ડિયાની કમાન મળી છે. કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. રોકાણ અને સાર્વજનિક પરિસંપત્તિ મેનેજમેન્ટ વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ કહ્યું કે મંત્રીઓની સમિતિએ એર ઇન્ડિયા માટે વિજેતાની હરાજીને મંજૂરી આપી છે. ટાટા સન્સે એર ઇન્ડિયા માટે 18000 કરોડ રૂપિયાની વિજેતા બોલી લગાવી છે.
એર ઇન્ડિયાની સ્થાપના જહાંગીર રતનજી દાદાભાઇ (જેઆરડી)ટાટાએ 1932માં કરી હતી. એ સમયે આ વિમાન કંપનીને ટાટા એરલાઇન્સ કહેવામાં આવતું હતું. સરકારે એર ઇન્ડિયામાં પોતાની 100 ટકા હિસ્સેદારી વેચી રહી છે. વિમાન કંપની 2007માં ઘરેલુ એકમ ઇન્ડિયન એરલાઇન્સની સાથે વિલય બાદથી ખોટમાં હતી. સરકાર 2017થી જ એર ઇન્ડિયાના વિનિવેશનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અનેક અવસર પર પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવે જણાવ્યું કે એર ઇન્ડીયાની હરાજીમાં બે કંપનીઓએ બોલી લગાવી હતી. તેમાં ટાટા સન્સની બોલી સૌથી વધુ 18 હજાર કરોડ રૂપિયાની રહી. મંત્રીઓના પેનલે આ બિડને ક્લિયર કરી દીધી અને આ પ્રકારે એર ઇન્ડીયા હવે ટાટા સન્સનો ભાગ બની ગયો છે. તેમણે કહ્યું કે દેશના મોટા આર્થિક નિર્ણય પર વિચાર કરવા માટે એક સ્પેશિયલ પેનલ ગઇ હતી. આ પેનલમાં ગૃહ મંત્રી, નાણા મંત્રી, કોમર્સ મિનિસ્ટર અને સિવિલ એવિએશન મિનિસ્ટર સામેલ રહ્યા. પેનલે તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યું. ત્યારબાદ બિડમાં સૌથી મોટી બોલી લગાવવામાં આવતા ટાટા સન્સને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
એવિયેશન સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, કોઈની પણ નોકરી નહીં જાય. ટાટા સન્સ એક વર્ષ સુધી દરેક કર્મચારીઓને યથાવત રાખશે. બીજા વર્ષે ટાટા સન્સ VRSની ઓફર આપે તેવી શક્યતા છે.
ટાટા ગ્રુપને એર ઇન્ડિયાની કમાન મળી છે. કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. ટાટા સન્સે એર ઇન્ડિયા માટે 18000 કરોડ રૂપિયાની વિજેતા બોલી લગાવી છે.