Bomb Threat: દિલ્લીની આ સ્કૂલને ફરી બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, શાળામાં મચી ગઇ નાસભાગ
Bomb Threat: દિલ્હીની ડીપીએસ સહિત અનેક શાળાઓને સતત ત્રીજા દિવસે બોમ્બની ધમકી મળી છે. જેના કારણે ભયનો માહોલ સર્જાયો, પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Delhi School Bomb Threat News: 14 ડિસેમ્બરની સવારે, આરકે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ સહિતની ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો. આ માહિતી મળતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્કૂલ મેનેજમેન્ટે તરત જ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગને ધમકીભર્યા ઈમેલ અંગે જાણ કરી હતી. પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઈમેલ દ્વારા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીના પૂર્વ કૈલાશ ડીપીએસ, સલવાન પબ્લિક સ્કૂલ, મોડર્ન સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલને પણ શુક્રવારે બોમ્બની ધમકી મળી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઈમેલ દ્વારા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલ મેનેજમેન્ટે સવારે 6.00 વાગ્યે દિલ્હી ફાયર વિભાગને જાણ કરી, ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્કૂલ કેમ્પસમાં પહોંચી અને તપાસ શરૂ કરી.
#WATCH | Delhi: Visuals from outside of DPS RK Puram - one of the schools that receive bomb threats, via e-mail, today morning pic.twitter.com/UrOddv8JnC
— ANI (@ANI) December 14, 2024
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે (13 ડિસેમ્બર) દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ ડીપીએસ, સલવાન પબ્લિક સ્કૂલ, મોર્ડન સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી. આ પહેલા સોમવારે (9 ડિસેમ્બર) દિલ્હીની લગભગ 40 શાળાઓને આવી જ રીતે નિશાન બનાવવામાં આવી હતી અને તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એક અઠવાડિયામાં ધમકીનો આ ત્રીજો કેસ છે.
ભારતીય રિઝર્વ બેન્કને પ બોમ્બની ધમકી મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ગુરુવારે (12 ડિસેમ્બર 2024) બપોરે ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેન્કને ઉડાડવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઇમેલ રશિયન ભાષામાં હોવાથી એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. કોઈએ જાણીજોઈને હેરાન કરવાના ઈરાદાથી ઇમેલ મોકલ્યો છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. કોઈએ VPN દ્વારા ઇમેલ મોકલ્યો નથી તેથી IP એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે અને નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. ધમકી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.