શોધખોળ કરો
Advertisement
અંબાલામાં કડક સુરક્ષા, કાલે પહોંચશે રાફેલ વિમાન, વાયુ સેના કેંદ્ર આસપાસ કલમ 144 લાગુ
ફાંસથી પાંચ રાફેલ લડાકૂ વિમાન આવતા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેંદ્ર આસપાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાલા: ફાંસથી પાંચ રાફેલ લડાકૂ વિમાન આવતા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેંદ્ર આસપાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વીડિયોગ્રાફી અને તસવીરો લેવા પર રોક લગાવવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે અંબાલા જિલ્લા પ્રશાસને વાયુસેના કેંદ્રના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં લોકોને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દિધો છે.
ઉપાયુક્ત અશોક શર્માએ એક આદેશમાં કહ્યું કે ઘુલકોટ, બલદેવ નગર, ગરનાલા અને પંજખોડા સહિત વાયુસેનાની આસાપાસના ગામડાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જેના કારણે ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.
વાયુસેનાના એક અધિકારીના મુજબ લડાકૂ વિમાનોએ સોમવારે ઉડાણ ભરી હતી અને બુધવારે વાયુ સેના કેંદ્ર પર પહોંચશે. આ ખેપમાં એક સીટવાળા ત્રણ વિમાન અને બે સીટવાળા બે વિમાન છે.
અંબાલાના ઉપાયુક્તે કહ્યું કે વાયુ સેના કેંદ્રની આસપાસના વિસ્તારોમાં વીડિયો બનાવવા અને તસવીરો લેવા પર પ્રતિબંધ છે. હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે અંબાલા પોલીસે આવશ્યક પગલાઓ ઉઠાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion