શોધખોળ કરો
Advertisement
યોગીના મંત્રીએ કહ્યું- ‘સમાજનું વાતાવરણ શિક્ષિત લોકો બગાડે છે, નેતા તો અભણ જ સારા’
જેલ રાજ્ય મંત્રી જયકુમાર જૈકીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, ભણવાથી કંઈ નથી થતું. શિક્ષિત લોકો ગુલામી કરે છે.
લખનઉઃ યૂપીમાં યોગી આદિત્યનાથ સરકારમાં જેવલ મંત્રી જયકુમાર જૈકીએ વિચિત્ર નિવેદન આપ્યું છે. જયકુમાર જૈકીએ સીતાપુરમાં કહ્યું કે, સમાજમાં શિક્ષિત લોકો વાતાવરણ બગાડે છે. તેમણે એ પણ કહ્યું કે, એક નેતા તો અભણ હોય એ જ જરૂરી છે. મોટી વાત એ છે કે જયકુમાર જૈકીએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તે એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા.
નેતા અભણ હોય છે, છતાં અમે શિક્ષિત લોકોને ચલાવીએ છીએ- જેલ મંત્રી
જેલ રાજ્ય મંત્રી જયકુમાર જૈકીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, ભણવાથી કંઈ નથી થતું. શિક્ષિત લોકો ગુલામી કરે છે. આઈએએસ અને આઈપીએસ જેવા અધઇકારીની વચ્ચે બેસું છું. નેતા અભણ હોય છે. તેમ છતાં તે શિક્ષિત લોકોને ચલાવે છે. તેમણે કહ્યું, ‘નેતાનું શિક્ષિત હોવું જરૂરી નથી. મારી પાસે વ્યક્તિગત સચિવ છે, વિભાઘાધ્યક્ષ છે.
તેમણે આગળ કહ્યું, ‘જેલ મારે નથી ચલાવવાની, જેલ તો અધીક્ષકે ચલાવવાની હોય છે. મારું કામ એ છે કે જેલમાં બધું બરાબર હોવું જોઈએ. નેતાને જ્ઞાન અને ડિગ્રીથી કોઈ લેવાદેવા નથી. જો હું કહું કે આઈટીઆઈ બનાવવાની છે તો એ કામ એન્જિનિયરનું છે. તે કેવી રીતે બનાવે તે તેને જોવાનું છે. મારે તો માત્ર તેની વ્યવસ્થા જોવાની છે. શિક્ષિત લોકો સમાજમાં ખોટું વાતાવરણ ઉભું કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દુનિયા
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion