પુષ્કર સિંહ ધામી હાર્યા, હવે કોણ બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી? ભાજપના આ નેતાઓ છે રેસમાં
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. જો કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાટીમા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે.
Uttarakhand Election Result 2022: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. જો કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાટીમા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના ભુવન ચંદ્ર કાપરીએ તેમને 6,579 મતના માર્જીનથી હરાવ્યા હતા. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે હવે રાજ્યમાં ભાજપનો સીએમ ચહેરો કોણ હશે? સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ધન સિંહ રાવત, સતપાલ મહારાજ અને ત્રિવેન્દ્ર સિંહ રાવત સીએમની રેસમાં છે. મસૂરીના ધારાસભ્ય ગણેશ જોશી પણ આ રેસમાં સામેલ છે.
નોંધનીય છે કે ઉત્તરાખંડની કુલ 70 સીટોમાંથી ભાજપ 47 સીટો જીતતી જોવા મળી રહી છે. રાજ્યમાં કોઈપણ એક પક્ષને સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે. કોંગ્રેસે 13 સીટો જીતી છે અને 6 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ મનાતા હરીશ રાવતને લાલકુઆન બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન સિંહ બિષ્ટ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
માયાવતીની બસપાએ એક સીટ જીતી છે અને એક સીટ પર આગળ ચાલી રહી છે. બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. વર્ષ 2000માં અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડના ઈતિહાસમાં કોઈપણ પક્ષે સતત બે વખત સરકાર બનાવી નથી અને ભાજપ અને કોંગ્રેસ વારાફરતી સત્તામાં આવતા રહ્યા છે. હવે ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે.
Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય
તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે
શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?