Weather Update: કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, આ રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે.
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢના ઘણા ભાગોમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી 3 દિવસ સુધી વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
દિલ્હીમાં શીત લહેર અને ધુમ્મસ
પહાડી વિસ્તારોની વાત કરીએ તો ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં આજે ઠંડીથી લઈને તીવ્ર ઠંડીના દિવસો રહેવાની શક્યતા છે. આજે સવારે 6.30 વાગ્યાની વચ્ચે દિલ્હીમાં શીત લહેર અને ધુમ્મસનું પડ છવાયું હતું. દરમિયાન, દેશના ઘણા ભાગોમાં ધુમ્મસના કારણે, ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિ
પંજાબ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ નોંધાઈ છે. પંજાબ, હરિયાણાના મોટા ભાગના ભાગો અને પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળે છે.
23 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની સંભાવના
હવામાન વિભાગની આગાહીમાં આગામી ચાર દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના ઘણા ભાગોમાં મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ અને ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં 23 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે.
2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા
આગામી ત્રણ દિવસમાં પૂર્વ ભારતના ઘણા ભાગોમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. 21-22 જાન્યુઆરીએ કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
આ સિવાય પશ્ચિમ રાજસ્થાનમાં 21 જાન્યુઆરી સુધી અને પૂર્વ રાજસ્થાનમાં 21 જાન્યુઆરી સુધી કોલ્ડવેવની સ્થિતિ છે. 21 જાન્યુઆરી સુધી ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ હિમ પડવાની પણ શક્યતા છે. દેશના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા સૌથી ઠંડુ રહ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial