શોધખોળ કરો

Weather Updates: દેશના અનેક રાજ્યોમાં ધૂળની આંધી તોફાન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવા  વરસાદ થવાની આગાહી કરી હોવાથી દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી થોડી રાહત મળવાની અપેક્ષા છે.

Weather Updates  : હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવા  વરસાદ થવાની આગાહી કરી હોવાથી દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી થોડી રાહત મળવાની અપેક્ષા છે. હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર, આજે અને આગામી 2 દિવસમાં દિલ્હીમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આકાશ વાદળછાયું રહેશે, ખૂબ જ હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. વીજળીની સાથે ધૂળના તોફાન અને ભારે પવન પણ આવી શકે છે જેની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક હશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 ડિગ્રી સેલ્સિયસ અને 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

યુપીમાં વરસાદની ચેતવણી જારી

ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં હવામાન ખુશનુમા રહે છે. આ સમયે દિવસ દરમિયાન ખૂબ ગરમી હોતી નથી. પવનને કારણે રાત્રે પણ હવામાન ખુશનુમા રહે છે. હવામાન વિભાગે વરસાદની ચેતવણી જારી કરી છે અને તેજ પવન ફૂંકાવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ ક્રમમાં, ઉત્તર પ્રદેશમાં મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં કેટલાક સ્થળોએ વરસાદ અને તેજ પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં 6 મે સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

બિહારમાં પણ વરસાદની આગાહી 

બિહારમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. હવામાન કેન્દ્ર પટના અનુસાર, આજે અને 2 મેના રોજ રાજ્યના તમામ 38 જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે બિહારમાં ગરમીથી થોડી રાહત મળશે. આગામી 5 દિવસ સુધી ગરમીનો કોઈ ભય રહેશે નહીં. જોકે, 2 મે પછી તાપમાન થોડું વધી શકે છે, પરંતુ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે તમામ 38 જિલ્લાઓ માટે વરસાદની આગાહી જારી કરી છે.

ઉત્તરાખંડમાં હળવા વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ કરા અને વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ચાર ધામ યાત્રા રૂટ પર વરસાદને કારણે સાવધાની રાખવાની સલાહ આપી છે. બુધવારે, દેહરાદૂન સહિત મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો અને સાંજે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. જ્યારે પર્વતીય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. પહાડી વિસ્તારોમાં થયેલા હળવા વરસાદથી ભીષણ ગરમીથી થોડી રાહત મળી છે. મેદાની વિસ્તારોમાં, મહત્તમ તાપમાન સામાન્ય રહે છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહે છે.

મધ્યપ્રદેશમાં વાવાઝોડાનો ખતરો 

હવામાન વિભાગે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. ઈન્દોર, રતલામ, ઉજ્જૈન સહિત અનેક જિલ્લાઓમા 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે ગુના, મંદસૌર, નીમચ, દેવાસ, ઈન્દોર, ખરગોન, રતલામ, બુરહાનપુર, ખંડવા વગેરેમાં ભીષણ ગરમીની આગાહી કરાઈ  છે. 

 

ટોપ સ્ટોરી

Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget