શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021 Results : જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ-કૉંગ્રેસને મળી કેટલી બેઠકો ?
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપની શાનદાર જીત થઈ છે.
જામનગર: રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપની શાનદાર જીત થઈ છે.
જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 18 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠક મળી છે, જ્યારે અપક્ષના ફાળે 1 બેઠક ગઈ છે. રાજ્યમાં 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર સુધી પહોંચી છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement