(Source: ECI/ABP News/ABP Majha)
VP Venkaiah Naidu visits Gujarat: દેશનાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સૌરાષ્ટ્રનાં પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Vice President Venkaiah Naidu visits Gujarat: દેશનાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યાં છે. જામનગર ખાતે ટુંકુ રોકાણ કર્યા બાદ તેઓ પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યા હતાં.
Vice President Venkaiah Naidu visits Gujarat: દેશનાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યાં છે. જામનગર ખાતે ટુંકુ રોકાણ કર્યા બાદ તેઓ પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યા હતાં. જયાં પરિવાર સાથે દ્વારકાધીશની પૂજા-અર્ચન કરી હતી. અને ત્યાંથી નાગેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતાં. દ્વારકાથી સીધા ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. જયાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈંકયા નાયડુ પરિવાર સાથે કીર્તિમંદિર અને ગાંધી જન્મસ્થળની મુલાકાત પહોંચ્યા હતાં. જયાં રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દ્વારકાથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ખાસ વિમાન મારફત પોરબંદર આવ્યાં હતાં. વૈંકયા નાયડુની સાથે તેમનાં ધર્મપત્ની ઉષાબેન સહિતનાં પરિવારજનો પણ સાથે ઉપસ્થિત રહયાં હતાં. ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવાજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુતરની આટી પહેરાવી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મ્યૂઝિયમ અને પુસ્તકાલયની પણ મુલાકાત લીધી હતી તેમણે કીર્તિમંદિરની વિઝીટ બુકમાં પોતાના પ્રતિભાવો પણ રજુ કર્યા હતાં.
કીર્તિમંદિર ખાતે પોરબંદરનાં મેર મણીયારા રાસનો સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરી અને પોરબંદરની સંસ્કૃતિને રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદરનાં ધારાસભ્ય બાબુ બોખીરીયા અને રાજયનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્મૃતિ ભેટ રૂપે ચરખો આપ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કીર્તિમંદિરની વિઝીટ બુકમાં ગાંધીજી વિશે પોતાનાં વિચારો પ્રસ્તુત કર્યા હતાં.
આ પણ વાંચો....
Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું