શોધખોળ કરો

Dharoi Dam: ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા, અમદાવાદ, ખેડાના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ભારે વરસાદના કારણે ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે

મહેસાણાઃ ભારે વરસાદના કારણે ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદ, ધોળકા અને ખેડાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો પાલડી, જમાલપુર, રાયખડ, સુભાષબ્રિજ,જૂના વાડજ, એલિસબ્રિજ, ગ્યાસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  સાથે જ અમદાવાદ રિવરફ્રંટના વોક વે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સિવાય ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર, વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડ અને સાથલ, તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વાસરંગ, નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થાય તેવી શક્યતાને પગલે નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહીં જવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

બીજી તરફ સુરતમાં પણ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. સુરતમાં ખાડીપૂરના પાણીને ફરી એકવાર લોકોની મુશ્કેલી વધારી છે. લિંબાયત, પુણા, પર્વત પાટીયાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે માધવબાગ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી જવાના ડરથી સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. ગોડાદરા વિસ્તારમાં  સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઇ છે. પર્વત ગામમાં ખાડીના પાણી મકાનોમાં ઘૂસી ગયા છે અને પર્વત ગામ અને ગોડાદરા તરફનો રસ્તો જ બંધ થઈ ગયો છે. પર્વત પાટિયા વિસ્તારની નેમીનાથ સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. કડોદરા હાઈવે પર ટેક્સટાઈલ ગોડાઉનમાં પાણી ભરાયા હતા.

ઉપરવાસના ઈંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણીની છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.20 મીટર પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ સાત લાખ 45 હજાર 631 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક સામે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલીને પાંચ લાખ 62 હજાર 890 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....

Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....

ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...

LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર

Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ

Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી

ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દૂષણનું દહન ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત શિક્ષણમાં તળિયે કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને સલામ
Ahmedabad Accident news : અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર,  કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત
Gujarat BJP: 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,  ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
આગ્રામાં મોટી દુર્ઘટના: દુર્ગા વિસર્જન સમયે દૂર્ઘટના, નદીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત

ચોમાસાની વિદાય વચ્ચે  ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગુરૂવારે રાજ્યના 104 તાલુકામાં વરસ્યો

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઇતિહાસ, 199 કિલોગ્રામ વજન ઊંચકીને જીત્યો સિલ્વર મેડલ

'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા

Embed widget