શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Fraud: મહેસાણાના યુવાનને ઓનલાઇન બ્લ્યુ ટુથ મંગાવવું પડ્યું ભારે, જાણો કેવી રીતે લાગ્યો 65 હજારનો ચૂનો

મહેસાણા: વર્તમાન સમયમાં ઓનલાઈન સોપિંગ કરવાનો મોટો ક્રેઝ છે. ખાસ કરીને ઈલેકટ્રોનિક આઈટમો લોકો વધુ પ્રમાણમાં મંગાવી રહ્યા છે. જો કે ઓનલાઈન વસ્તુ મંગાવવામાં ક્યારેક મોટી નુકશાની વેઠવાનો પણ વારો આવે છે.

મહેસાણા: વર્તમાન સમયમાં ઓનલાઈન સોપિંગ કરવાનો મોટો ક્રેઝ છે. ખાસ કરીને ઈલેકટ્રોનિક આઈટમો લોકો વધુ પ્રમાણમાં મંગાવી રહ્યા છે. જો કે ઓનલાઈન વસ્તુ મંગાવવામાં ક્યારેક મોટી નુકશાની વેઠવાનો પણ વારો આવે છે. આવી જ ઘટના સામે આવી છે મહેસાણામાં જ્યાં યુવાનને ઓનલાઇન બ્લ્યુ ટુથ મંગાવવું ભારે પડ્યું છે. એમેઝોન કંપનીમાંથી ઓનલાઇન મંગાવેલ બ્લ્યુ ટુથ ખરાબ આવતા યુવકે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. યુવકે  કસ્ટમર કેર નંબર ગુગલ ઉપર સર્ચ કરીને મેળવ્યો હતો. ત્યાર બાદ આ નંબર પરથી યુવકને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે, બ્લ્યુ ટુથ બદલી આપીશું. સામેથી યુવકને એક લિંક મોકલવામાં આવી અને જ્યારે યુવકે તે લિંક પર ક્લિક કર્યું તો તેના ખાતામાંથી 65000 ટ્રાન્સફર કરી લીધા. હાલમાં 3 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થતાં નેટફ્લિક્સે વધુ 300 કર્મચારીઓની છટણી કરી
લોકપ્રિય OTT પ્લેટફોર્મ Netflix તેના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સતત ઘટી રહેલા સબસ્ક્રિપ્શનને કારણે કંપનીની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં કંપનીએ છટણીની જાહેરાત કરી છે. નેટફ્લિક્સે નોકરીમાં છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે. તે ધીમી વૃદ્ધિ અને વધતી સ્પર્ધા સાથે લડી રહ્યું છે. સ્ટ્રીમિંગ જાયન્ટે કહ્યું કે તે વધુ 300 કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કુલ કર્મચારીઓના લગભગ 4 ટકા જેટલી થવા જાય છે. મોટાભાગની છટણી યુએસમાં થશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે મે મહિનામાં કંપનીએ 150 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એક દાયકા કરતાં પણ વધુ સમય પછી પ્રથમ વખત ગ્રાહકોમાં ઘટાડો થયા બાદ કંપનીએ એપ્રિલમાં આ પગલું ભર્યું છે.

નેટફ્લિક્સે તાજેતરમાં છેલ્લા દાયકામાં સબસ્ક્રાઇબર્સની સૌથી મોટી ખોટ સહન કરી છે. આ છટણીઓ વ્યક્તિગત પ્રદર્શનના આધારે કરવામાં આવી નથી, પરંતુ વ્યવસાયિક જરૂરિયાતોને આધારે કરવામાં આવી છે. કંપની વૃદ્ધિને વેગ આપવા માટે જાહેરાત સપોર્ટેડ સર્વિસની શોધ કરી રહી છે અને પાસવર્ડ શેર કરવા પર નકેલ કસી રહી છે."અમે વ્યવસાયમાં નોંધપાત્ર રોકાણ કરવાનું ચાલુ રાખીશું," નેટફ્લિક્સે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. અમે આ ગોઠવણો કરી છે જેથી કરીને અમારી ધીમી આવક વૃદ્ધિને અનુરૂપ અમારા ખર્ચ સતત વધતા રહે.

220 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ

નેટફ્લિક્સ પાસે વૈશ્વિક સ્તરે 220 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તે સ્ટ્રીમિંગ માર્કેટમાં અગ્રેસર છે. તાજેતરના વર્ષોમાં તેને ડિઝની પ્લસ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા હરીફ પ્લેટફોર્મના લોન્ચિંગથી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. કંપનીએ તાજેતરમાં યુએસ, યુકે અને અન્ય સ્થળોએ કિંમતો વધારવાનું શરૂ કર્યું છે, જેના કારણે તેના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કંપનીએ કહ્યું છે કે તે જુલાઇના ત્રણ મહિનામાં તેના ગ્રાહકોની સંખ્યામાં 20 લાખનો ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. તમને જણાવી દઈએ કે Netflix ને છેલ્લા ક્વાર્ટરમાં લગભગ 2 લાખ સબસ્ક્રાઈબર્સની ખોટ થઈ હતી. છેલ્લા એક દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે Netflixના સબસ્ક્રાઇબર્સમાં ઘટાડો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Embed widget