Mehsana: મહેસાણા જિલ્લામાં ઈશ્રમ કાર્ડ કઢાવવા ગરીબો પાસેથી ઉઘરાવવામાં આવે છે નાણા
મહેસાણા જિલ્લામાં ઈશ્રમ કાર્ડ કઢાવવા ગરીબો પાસેથી નાણા લેતા હોવાનું સામે આવ્યું છે. એક કાર્ડના કાઢાવવા માટે 50 રૂપિયા વસુલાતા હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા: મહેસાણા જિલ્લામાં ઈશ્રમ કાર્ડ કઢાવવા ગરીબો પાસેથી નાણા લેતા હોવાનું સામે આવ્યું છે. એક કાર્ડના કાઢાવવા માટે 50 રૂપિયા વસુલાતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યની સરકાર ગરીબોને મફત યોજનાનો લાભ આપે છે પંરતુ આ યોજનાના કાર્ડ કઢાવવા માટે ગરીબો પાસેથી નાણા લેવાતા હોવાનું એબીપી અસ્મિતાના અહેવાલમાં સામે આવ્યું છે.
આજે વહેલી સવારથી ગામના ગરીબ લોકોને ઈશ્રમ વીમા યોજનાના કાર્ડ કઢાવવા આવતા હતા જો કે જે એજન્સી આ કાર્ડ કાઢી આપતી હતી તે એજન્સીના માણસો એક કાર્ડના 50 રૂપિયા લેખે ગરીબો પાસેથી ઉઘરાવતા હતા. જો કે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તો એજન્સી માણસો કહે છે કે દુરથી આવે છે એટલે ભાડાના પૈસા લઈએ છીએ.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વરા જે એજન્સીને કાર્ડ કાઢવાનું કામ આપ્યું છે તેના 20 રૂપિયા સરકાર આપે છે તેમ છતાં આવી એજન્સીઓ ગામડામાં ગરીબ લોકોને લૂંટી રહી છે. ગામડામાં ગરીબ અભણ લોકોને ખબર નથી કે સરકારની મફત યોજના છે અને જેનો લાભ આવી લે ભાગું એજન્સી લઇ રહી છે.
Gujarat Corona Case: ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ
રાજ્યમાં એક તરફ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ, ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
હોળી પહેલા જ કોરોનાના નામની હોળી? કેસમાં 3 ઘણો વધારો થતા ટેંશન
કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.