શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના ઉપલેટામાં અનુભવાયો 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્રના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3 વાગ્યે 49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
રાજકોટ: સૌરાષ્ટ્રના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3 વાગ્યે 49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે બપોરે 3 વાગ્યે 49 મિનિટે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેંદ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર બતાવવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપર, ધોરાજી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક જ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં પણ સોમવારે રાત્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 1.2ની તીવ્રતા નોંધાઈ હતી. જૂનાગઢથી 16 કિમી દૂર કેંદ્ર બિંદુ નોંધાયું હતું. રાત્રે 3.41 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion