(Source: ECI/ABP News/ABP Majha)
બેવડી ઋતુને કારણે કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી, કેસર કેરીનો સ્વાદ મોંઘો પડે તેવા અણસાર
અમરેલી જિલ્લામાં ચાર વર્ષ પહેલા તોક્તે વાવાઝોડાએ બાગાયતી ખેતી નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. વર્ષોના બગીચા ને જમીન દોસ્ત કરી નાખ્યા હતા. ખેડૂતોએ ફરી સમય વીતતા આંબાના બગીચા ઊભા કર્યા છે.
Kesar Mango: જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે બેવડી ઋતુને કારણે અમરેલી જિલ્લાના આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે. આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચા સાવરકુંડલા, ધારી, ખાંભા, ગીર, રાજુલા, જાફરાબાદ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેરીના બગીચા ખેડૂતો ધરાવે છે. એક વર્ષની મેહનત બાદ કેરીના બગીચાની કમાણી ખેડૂતો મળતી હોય છે. આ વર્ષે બેવડી ઋતુને કારણે આંબામાં ફાલ ખરવા લાગ્યો છે. આ વર્ષે ત્રણ ફાલ આવ્યા છે. અમુક બગીચામાં આકતર ફાલ આવ્યો છે તો અમુક બગીચામાં પાસોતર ફાલ આવ્યો છે. શિયાળાની ઠંડી ઓછી પડવા ને કારણે આંબામાં ફાલ ઓછો આવે છે સવારમાં ઝાકળ અને દિવસ દરમિયાન ગરમી પડવાથી આંબાના વૃક્ષમાં જોવા મળી રહેલ મોર ખરવા લાગ્યો.
અમરેલી જિલ્લામાં ચાર વર્ષ પહેલા તોક્તે વાવાઝોડાએ બાગાયતી ખેતી નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. વર્ષોના બગીચા ને જમીન દોસ્ત કરી નાખ્યા હતા. ખેડૂતોએ ફરી સમય વીતતા આંબાના બગીચા ઊભા કર્યા છે પરંતુ દર વર્ષે સિજન આવતાની સાથે કોઈને કોઈ માર સહન કરવો પડે છે. બેવડી ઋતુ અને ધુમ્મસના કારણે આંબામાં આવેલ મોર ખરતો જાય છે. હાલના સમયમાં આંબામાં મોર જોવા મળી રહ્યો છે. તેની જગ્યા એ નાની કેરી આવી જતી હોય છે. ખેડૂતો ખરતા ફાલ ને અટકાવ માટે દવાનો છતકાવ કરી રહ્યા છે પરિણામે કોઈ સુધારો આવતો નથી. જિલ્લામાં મોટાભાગની આંબાવાડીમાં ડબલ ઋતુઓ નો માર પડી રહ્યો છે.
આંબાવાડી ધરાવતા ખેડૂતો ને દર વર્ષે નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે ક્યારેક ભારે પવન ના કારણે ફાલ ખરી જતો હોય છે તો ક્યારેક કમોસમી વરસાદ નો માર સહન કરવો પડે છે. આ વર્ષે બેવડી ઋતુનો ના કારણે બાગાયતી આંબાના બગીચામાં ફાલ ખરવા લાગ્યો છે. સાથોસાથ રોગશાળા વધુ જોવામાં મળી રહ્યો છે. વાતાવરણ અનુકૂળ નો હોવાથી થ્રીપ ગળા જેવા રોગ લાગી ગયા છે કેસર કેરીના રસિયાઓ ને કેરી નો સ્વાદ મોંઘો પડે તેવા અણસાર જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ખાંભા ગીર રાજુલા ધારી જાફરાબાદ સાવરકુંડલા તાલુકામાં આંબાના બગીચા વધુ આવેલા છે. અમરેલી જીલો આંબાવાડી ની ખેતીમાં અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં અંદાજિત આઠ હજાર હેક્ટરમાં આંબાની બાગાયતી ખેતી આવેલી છે. આ વર્ષે બેવડી ઋતુને કારણે આંબામાં ફૂગ જન્ય રોગોની શક્યતાઓ વધી છે. ઝાકળ અને બેવડી ઋતુઓને કારણે ફાલ ખરવાની ફરિયાદ ખેડૂતોની વધી છે. ખેડૂતોએ આંબાના બગીચામાં અવલોકન કરવું જોઈ ફૂગ નાશક દવાનો ખાસ છટકાવ કરવો જોઈએ. આંબા કુદરતી ગુણધર્મ ધરાવે છે. પોતામાં જે ફલાવરિંગ આવે છે એમાંથી અમુક ફલાવરિંગ ટકતું હોય છે.
અમરેલી જિલ્લા આ વર્ષે આંબાવાડી ધરવતા ખેડૂતો એક વર્ષની મહેનત બાદ વરસની કમાણી ની આશા રાખીને બેઠેલા ખેડૂતોને કદાચ આ વર્ષે બેવડી ઋતુનો માર સહન કરવો પડે તો નવાઈ નહીં.