Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે રૂપાણીને નહીં પણ આ જૂના નેતા પાસે પોતાના પછી દીપ પ્રાગટ્ય કરાવ્યું, રૂપાણીને CMની બાજુમાં પણ સ્થાન નહીં.....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર નહોતા રહ્યા. જો કે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજના કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. રૂપાણીની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.
આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ તથા વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન અપાયું હતું પણ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભૂતપૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી બેઠા હતા. રૂપાણી વજુભાઈ વાળા પછી બેઠા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું.
Rajkot: CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો પૂરો થાય તેની પચીસ મિનિટ પહેલાં જ C.R. પાટીલ વચ્ચે ઉતરી ગયા ને.......
રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ જોડાયા હતા. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પછી શરૂ થયેલા રોડ શોમાં પાટીલ સતત સાથે રહ્યા હતા પણ રોડ શો પૂરો થવાની પચીસેક મિનિટ પહેલાં પાટીલ રોડ શોમાંથી નિકળી ગયા હતા.
પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પછી તેમની રજા લઈને જીપમાંથી નીચ ઉતરી ગયા હતા. રોડ શો પૂરો થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના અન્ય સભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ કોલેજ પહોંચ્યા હતા.