શોધખોળ કરો

Surat: હવે સુરતની શેરીઓ પર રહેશે પોલીસની બાજ નજર, શહેરમાં નવા 15,920 સીસીટીવી કેમેરા લગાવાયા

આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

સુરત શહેરમાં ગુનેગારોની હવે ખેર નથી. શહેરમાં 15 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સુરત સીટી ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. આ શહેરની વસ્તી પણ 80 લાખ આસપાસ છે. ત્યારે શહેરને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસે જનભાગીદારીથી શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધર્યુ હતું.  જેના પગલે અત્યાર સુધીમાં શહેરમાં 15 હજાર 920 જેટલા સીસીટીવી સોસાયટી, કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર લગાવાયા છે. જેથી ગુનેગારો પર ચાંપતી નજર રાખી શકાય.

પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા અને તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવતું હતું અને હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે.

સુરત શહેર સેક્ટર 1 અને સેક્ટર 2 હેઠળ આવતા ઝોન 1થી 6ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી, કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે.

આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.

નોંધનીય છે કે આ નવા સીસીટીવી કેમેરા પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરાઓ પોલીસને મદદરૂપ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Embed widget