શોધખોળ કરો

Gujarat Election Result 2022: ગુજરાતમાં AAP એ હારનું ઠીકરું કયા સંપ્રદાય પર ફોડ્યું ? જાણો શું કહ્યું

Gujarat Election Result 2022: AAP ને ગુજરાત ચૂંટણીમાં માત્ર પાંચ જ સીટ મળી છે અને ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ ઘરભેગા થયા છે.

Gujarat Election Results: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ ઉપરાંત ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે.  ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. AAP ને ગુજરાત ચૂંટણીમાં માત્ર પાંચ જ સીટ મળી છે અને ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ ઘરભેગા થયા છે.

ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આમ આદમી પાર્ટીએ હારનું ઠીકરું સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ફોડ્યું  છે. આપના પ્રવકતા યોગેશ જાદવાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, સુરતમાં AAPના મુખ્ય ચહેરાઓનુ ચૂંટણી હારવાનુ કારણ BAPS, હરીધામ સોખડા, વડતાલ ગાદી સહીતની સ્વામિનારાયણ અને બીજી અન્ય ધાર્મિક સંસ્થાઓ છે. મતદાનના આગળના દિવસે તમામ સંસ્થાઓએ પોતાના આશ્રિતોને કેજરીવાલ મુસલમાન છે તેવું કહ્યું હતું. કેજરીવાલ મુસલમાન છે એટલે AAPને મત નહી આપવો એવુ જુઠ્ઠાણું ફેલાવીને મતદારોને ભરમાવ્યા હતા.

ભાજપે શું કર્યો વળતો પ્રહાર

જેના પર ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું, ચૂંટણી પૂરી થતાં જ આમ આદમી પાર્ટીએ પોતાનો હિંદુ વિરોધી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. BAPS, હરિધામ, સ્વામિનારાયણ, આ બધી સંસ્થાઓ આપણા માટે આદરણીય છે, આ રીતે કાદવ ઉછાળીને તેમનું અપમાન કરવું એ નિંદનીય છે. મહાઠગ અરવિંદ કેજરીવાલે માફી માંગવી જોઈએ.

ગુજરાત ચૂંટણીમાં 617 અપક્ષે ડિપોઝિટ ગુમાવી

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં બંને તબક્કામાં મળીને 624 ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા હતા અને જેમાંથી 623 ઉમેદવારો ચૂંટણી લડયા હતા.જેમાંથી ૬૧૭ અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે.જો કે ગત 2017ની ચૂંટણી કરતા 166 અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવવામા ઓછા છે.જ્યારે આ વખતની ચૂંટણીમાં અપક્ષોને ગત ચૂંટણીની સરખામણીએ મળેલા કુલ વોટની સંખ્યા 90 હજાર વધારે છે.ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્યા છે જ્યારે ૩ અપક્ષ ઉમેદવારે તો 40-40 હજારથી વધુ વોટ મેળવીને ત્રણ બેઠકમાં બે અપક્ષે કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા છે અને એકે તો ભાજપના ઉમેદવારને ટક્કર આપી છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી 784 ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.ચૂંટણી પંચના નિયમ મુજબ પડેલા કુલ વોટમાંથી 16.67 ટકા વોટ જે ઉમેદવારને ન મળે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બંને તબક્કામાં મળીને 624 હતા.જેમાં પ્રથમ તબક્કામાં 304 પુરુષ અને 35 મહિલા સાથે 339 અને બીજા તબક્કામાં 262 પુરુષ અને 21 મહિલા સાથે 285 ઉમેદવાર અપક્ષ હતા. ચૂંટણી લડેલા કુલ 623 ઉમેદવારોમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જ્યારે 620 ઉમેદવારોમાંથી 617 ઉમેદવારોની ડિપોઝિટ જતી કરવી પડશે.  અન્ય ત્રણ ઉમેદવારો એવા છે કે જેઓના વોટ 16.67 ટકાથી વધુ છે.આ ઉમેદવારોના હાલોલના અપક્ષ ઉમેદવારના વોટ 58048 છે અને જેને કુલ 29.21 ટકા વોટ મળ્યા છે.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3.5 ટકા મુજબ 6944 જ વોટ મળ્યા છે. આ ઉપરાંત લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવાર જયપ્રકાશ પટેલને 43749 વોટ મળ્યા છે અને વોટ શેર 23.78 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget