Vadodara: ભાજપના ધારાસભ્યે કહ્યુ- ‘ડભોઇમાં આવ્યા બાદ દાઢી-ટોપીની દાદાગીરી બંધ કરાવી નાખી’
હું તો વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં નેતાગીરી કરી ચુક્યો છું. મે તેમાં પોલિટેકનિક પછી એડમિશન લીધેલું.
વડોદરાઃ ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યાજાયેલા દિવ્ય શાકોત્સવમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપતા કહ્યુ હતું કે મારા ડભોઇમાં આવ્યા બાદ દાઢી-ટોપીની દાદાગીરી બંધ કરાવી નાખી છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે કદી વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું.શૈલેષ મહેતાએ કહ્યું કે હું ડભોઇમાં નહતો ત્યારે વર્ષમાં 7 થી 14 વખત કોમી રમખાણો થતાં હતા. મારા આવ્યા બાદ એકપણ કોમી રમખાણ ડભોઇમાં થયા નથી.
લોકોને સંબોધતા શૈલેષ મહેતાએ કહ્યું કે હું કોર્પોરેટર હતો ત્યારથી છેલ્લા 25 વર્ષથી નૌતમસ્વામી સાથે નાતો છે. મારા મુશ્કેલ અને સારા સમયમાં નૌતમસ્વામી મારી પડખે રહ્યા છે અને મને માર્ગદર્શન આપ્યું છે. ડભોઇમાં જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની જવાબદારી હતી. ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ છે. હું જ્યારે ડભોઇ ગયો ત્યારે સરકારી આંકડા અનુસાર વર્ષમાં સાત અને વધુમાં વધુ 14 વખત તોફાન થતાં હતાં. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કોમી તોફાનો થયા નથી. હું જન્મે હિન્દુ, ધર્મે હિન્દુ અને કાયમ માટે હિન્દુ જ રહેવાનો છું. હું કાર્યક્રમમાં વચન આપું છું કે મત માંગવા ક્યારેય વિધર્મીઓના દરવાજે માથું નહિ ટેકુ.નોંધનીય છે કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોરોનાના નિયમોનો ભંગ થયો હતો.
સાથે શૈલેષ મહેતાએ કહ્યું કે હું તો વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં નેતાગીરી કરી ચુક્યો છું. મે તેમાં પોલિટેકનિક પછી એડમિશન લીધેલું. સાથે જ કલાલી મંદિરના જે કોઇ પ્રશ્નો છે તેના ઉકેલ માટે હું મદદરૂપ થઇશ.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા