શોધખોળ કરો
Advertisement
ઝારખંડથી પરીક્ષા આપવા આવેલા યુવકે ભાભી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, બંને મનાવતાં રંગરેલિયાં ને પતિને થઈ જાણ...
મૃતક રણજીત મંડલ ઝારખંડથી વડોદરા ખાતે પરીક્ષા આપવા આવ્યો હતો. દરમિયાન તે પોતાના માસીના દીકરાના ઘરે રોકાયો હતો. આ દરમિયાન તેને માસીના દીકરાની પત્ની સાથે આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ શરૂ થઈ ગયા હતા.
વડોદરાઃ ઝારખંડના યુવકને પોતાની ભાભી સાથે જ અનૈતિક સંબંધો બંધાયા હતા. જોકે, પત્નીની અનૈતિક સંબંધોની જાણ થઈ જતાં તેના પતિએ મિત્રની મદદથી માસીના દીકરાની હત્યા કરી નાંકી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક રણજીત મંડલ ઝારખંડથી વડોદરા ખાતે પરીક્ષા આપવા આવ્યો હતો. દરમિયાન તે પોતાના માસીના દીકરાના ઘરે રોકાયો હતો. આ દરમિયાન તેને માસીના દીકરાની પત્ની સાથે આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ શરૂ થઈ ગયા હતા.
રણજીત ઝારખંડ જતા રહ્યા પછી માસીના દીકરાને પત્ની સાથે તેના અનૈતિક સંબંધોની જાણ થઈ ગઈ હતી. આથી પરિણીતાનો પતિ તેના મિત્ર સાથે કાર લઈને ઝારખંડમાં રહેતા રણજીતના ઘરે ગયો હતો. તેમજ ફરવાના બહાને તેને સાથે લીધો હતો. દરમિયાન રસ્તામાં દોરીથી ફાંસો આપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઝારખંડના હજારીબાગ ખાતે ચરહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રણજીત મંડલની ગત 8મી ઓક્ટોબરે હત્યા કરાયેલી લાશ રસ્તા પરથી મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા વડોદરાના વાસણા રોડ પર અમર કોમ્પ્લેક્સમાં રહેતા તેના માસીના દીકરાએ કરી હોવાનું બહાર આવતાં ઝારખંડ પોલીસ વડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી વડોદરા ક્રાઇમ બ્રાંચે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં હત્યારાની પત્નીની પણ અટક કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement