ધાર્મિક વિધિ વિધાન વિના થતાં લગ્ન માન્ય ગણાશે કે અમાન્ય?જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય
'આત્મ-સન્માન' લગ્નો શું છે અને તેની પાછળનો તર્ક શું છે. ચાલો સમજીએ અને જાણીએ કે, આત્મ સન્માન વિવાહની શરૂઆત ક્યારે થઈ.
Supreme Court's decision:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સમગ્ર દેશમાં 'આત્મ-સન્માન' લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ એક અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેકને જીવનસાથી પસંદ કરવો એ મૂળભૂત અધિકાર છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7 (A) હેઠળ 'આત્મ વિવાહ' અથવા 'સુયામરિયાથાઈ' ને સાર્વજનિક સમારોહ અથવા ઘોષણાની જરૂરિયાત નથી.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જાહેર કર્યો આ નિયમ
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના 2014 ના નિર્ણયને રદ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલો દ્વારા કરવામાં આવતા લગ્નો માન્ય નથી અને 'સુયામરિયાથાઈ' અથવા 'આત્મ સન્માન' લગ્નો વિધિપૂર્વક સંપન્ન ન કરી શકાય.
શું છે સ્વાભિમાન લગ્નનો હેતુ?
1968 માં, તમિલનાડુ સરકારે સુયામરિયાથાઈ લગ્નોને કાયદેસર બનાવવા માટે કાયદાની જોગવાઈઓમાં સુધારો કર્યો. તેનો હેતુ બ્રાહ્મણ પુરોહિત, પવિત્ર અગ્નિ અને સપ્તપદીની જરૂરિયાતને દૂર કરીને કોઈપણ લગ્નની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો.
સ્વાભિમાન લગ્ન શું છે?
1968 માં, હિંદુ લગ્ન (તમિલનાડુ સુધારો) અધિનિયમ, 1967 પસાર કરવામાં આવ્યો હતો. જેમાં હિંદુ મેરેજ એક્ટ 1955માં કલમ 7A હેઠળ સુધારો કરવામાં આવ્યો હતો.
આ વિશેષ જોગવાઈમાં કાયદો લગ્નલાયક કાનૂની વયના બે લોકોને કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે.
જો કે, આવા લગ્નોની કાયદેસર રીતે નોંધણી કરાવવી પણ જરૂરી છે. આવા લગ્ન સામાન્ય રીતે સંબંધીઓ, મિત્રો અથવા અન્ય લોકોની હાજરીમાં કરી શકાય છે.
આત્મ સન્માન લગ્નમાં, કોઈ પૂજારી, પુરોહિત કે વિધિની જરૂર હોતી નથી. આ પ્રકરાના લગ્નમાં કો ધાર્મિક વિધિનું પાલન કરવાની જરૂર નથી. આ જોગવાઇમાં બે વ્યક્તિઓએ તેમના સગા સંબંધી કે મિત્રો અથવા પરિવારની હાજરીમાં એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારે છે.
આત્મ સમ્માન લગ્નનો વિચાર ક્યાંથી આવ્યો?
તમિલ સમાજ સુધારક પેરિયારે 1925માં સ્વ-સન્માન ચળવળનું નેતૃત્વ કર્યું હતું. જેનો હેતુ જ્ઞાતિના ભેદભાવને દૂર કરવાનો અને સમાજમાં નિમ્મ ગણાતી જ્ઞાતિઓને સમાન અધિકાર આપવાનો હતો. આત્મ સન્માન ચળવળના મોટા ભાગ તરીકે આત્મ સન્માન લગ્નની રચના કરવામાં આવી હતી.
પ્રથમ સ્વાભિમાની લગ્ન 1928 માં થયા હતા. જે ખુદ પેરિયારે સંપન્ન કરાવ્યા હતા. જેમાં બે જ્ઞાતિ વચ્ચેના ભેદભાવને દૂર કરવા અને બે લોકોને એકબીજા સાથે રહેવાની આઝાદીની પણ માંગ કરવામાં આવી હતી. આ લગ્નો કોઈપણ જ્ઞાતિમાં થઈ શકે છે.