શોધખોળ કરો
Advertisement
કોરોનાની વચ્ચે ચીનના બયન્નુર શહેરમાં ‘પ્લેગ’ને લઈને એલર્ટ અપાયું, મહામારી ફેલાવવાનું જોખમ
બ્યૂબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો. લોકલ હેલ્થ ઓથોરિટીએ જાહેરાત કરી કે ચેતવણી 2020ના અંત સુધી રહેશે.
બીજિંગઃ ઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. સરકારી પીપુલ્સ ડેલી ઓનલાઈનના અહેવાલ અનુસાર, આંતરિક મંગોલિયાઈ સ્વાયત્ત વિસ્તાર, બયન્નુરે પ્લેગને રોકવા અને નિયંત્રણ માટે ત્રીજા સ્તરનું એલર્ટ આપ્યું છે.
વર્ષના અંત સુધી ચાલુ રહેશે એલર્ટ
બ્યૂબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો. લોકલ હેલ્થ ઓથોરિટીએ જાહેરાત કરી કે ચેતવણી 2020ના અંત સુધી રહેશે. ઓથોરિટીએ કહ્યું કે, ‘હાલમાં આ શહેરમાં માનવ પ્લેગ મહામારી ફેલાવવાનું જોખમ છે. લોકોએ આત્મરક્ષણ માટે જાગેરૂકતા અને ક્ષમતા વધારવી જોઈએ અને અસામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ વિશે તાત્કાલીક જાણકારી આપવી જોઈએ.’
લેબ ટેસ્ટમાં થઈ પુષ્ટિ
સરકારી શિન્હુઆ સમાચાર એજન્સીએ એક જુલાઈએ કહ્યું હતું કે, પશ્ચિમ મંગોલિયામાં ખોડ પ્રાંતમાં બ્યૂબાનિક પ્લેગના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જેની લેબ ટેસ્ટમાં પુષ્ટિ થઈ છે.
જણાવીએ કે, ચીન હાલમાં જ કોરોના વાયરસની મહામારીમાંથી બહાર આવ્યું છે. વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ આ વાયરસ વિશ્વભરમાં ફેલાઈ ગયો. અત્યાર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસથી 535047 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 11 કરોડ 46 લાખ 7677 કેસ સામે આવ્યા છે. ચીનમાં આ વાયરસના 83,553 કેસ સામે આવ્યા હતા. ત્યાં 4634 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement