CM Yogi : વિદેશમાં પણ યોગી યોગી, "જો ફ્રાંસમાં હોત તો માત્ર 24 જ કલાકમાં.... "
આ જ કારણ છે કે 'બાબા' બુલડોઝરનો ખતરો હવે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જ્યારે ફ્રાંસ ભડકે બળી રહ્યું ત્યારે યોગીની જર્મનીમાં માંગ વધી છે.
Uttar Pradesh CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશમાં બદલાયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મુખ્ય કારણ માફિયાઓ પર કરવામાં આવેલી આકરી કાર્યવાહી છે. આ જ કારણ છે કે 'બાબા' બુલડોઝરનો ખતરો હવે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જ્યારે ફ્રાંસ ભડકે બળી રહ્યું ત્યારે યોગીની જર્મનીમાં માંગ વધી છે. યોગી આદિત્યનાથ ફ્રાંસની હિંસા હિંસાને માત્ર 24 જ કલાકમાં અટકાવી શકે છે તેવી ચર્ચા થવા લાગી છે.
જર્મનીના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પ્રો. એન. જાન કામે યોગી આદિત્યનાથની વહીવટી કુશળતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પ્રો. જાને એક પછી એક ટ્વિટ કરીને યોગીના વખાણ કર્યા છે.
CM યોગી 24 કલાકમાં ફ્રાન્સમાં હિંસા રોકી શકે છે'
પ્રો. જાને 24 કલાકમાં ફ્રેંચ હિંસાને હેન્ડલ કરવાની યોગીની ક્ષમતા પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, બુલડોઝરના ડરથી જ ભારતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય છે. પ્રો. જાને ટ્વીટ કર્યું કે, ભારતે યોગી આદિત્યનાથને ફ્રાન્સમાં હિંસા સંભાળવા મોકલવા જોઈએ. મને ખાતરી છે કે, ફ્રાંસમાં યોગી આદિત્યનાથ માત્ર 24 જ કલાકમાં પરિસ્થિતિને સંભાળી લેશે.
તોફાનીઓને પાઠ ભણાવવા બુલડોઝરને ગણાવ્યો શ્રેષ્ઠ આઈડિયા
આ પહેલા પ્રો. જાને એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે બુલડોઝરની બાજુમાં ઉભેલા યોગી આદિત્યનાથની પ્રતિકાત્મક તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે, ભારતમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાનો આ એકમાત્ર રસ્તો છે. આ સિવાય બીજું બધું વાહિયાત અને નકામું છે. તેમણે તોફાનીઓ સાથે કામ કરવા માટે બુલડોઝરને વધુ સારી અને અસરકારક રીત ગણાવી છે.
'યુપીની કાયદો અને વ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય મહોર'
યોગી આદિત્યનાથના ચાહકો પ્રો. જાનના ટ્વિટ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યોગીની વહીવટી કુશળતા અને ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિની પ્રશંસા. કરી રહ્યાં છે. પ્રો. જાનના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું છે કે, યોગી મોડલની વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે. અગાઉની સરકારોમાં દરેક જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવી દેતો હતો. પણ આજે યુપી સંપૂર્ણપણે રમખાણ મુક્ત છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યુપીની કાયદો અને વ્યવસ્થા બરાબર છે. હવે તેના પર આંતરરાષ્ટ્રીય મહોર મારવામાં આવી છે.