શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કોરોના વાયરસથી સંક્રમિત
પાકિસ્તાનમાં કોરોના વાયરસના કુલ 221896 પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધી 113623 લોક સાજા થયા છે
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ શુક્રવારે ખુદ તેની જાણકારી આપી હતી અને તે એકાંત વાસમાં છે. મહમૂદ કુરેશીએ ટ્વીટ કરી કે, “હું કોવિડ-19થી સંક્રમિત થયો છું, હું ઘરેથી પોતાનું કામ કરતો રહીશ. કૃપા કરીને મારા માટે દુઆઓ કરજો.”
પાકિસ્તાને શુક્રવારે જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત 113623 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને આ આંકડો દેશમાં પહેલીવાર સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતા વધારે છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના કુલ 221896 પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધી 113623 લોક સાજા થયા છે અને 108273 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આ મહામારીથી અત્યાર સુધી 4551 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement