શોધખોળ કરો
Advertisement
લ્યો બોલો, પાકિસ્તાનની એરલાઇન્સને એક-બે નહી 46 વખત એકપણ મુસાફર ન મળ્યો છતાં ઉડાણ ભરી
આ આંકડો એક ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યો છે જે કહે છે કે ઇસ્લામાબાદથી 46 વખત ખાલી ઉડાણ ભરવાના કારણે પાકિસ્તાનની સરકારી એરલાઇન્સને ભારે આર્થિક નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનોએ 46 વખત એક પણ મુસાફર વિના ઉડાણ ભરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2016-17માં આ ઉડાણો પર પીઆઇને 11 લાખ ડોલરનું નુકસાન થયું છે. આ આંકડો એક ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યો છે જે કહે છે કે ઇસ્લામાબાદથી 46 વખત ખાલી ઉડાણ ભરવાના કારણે પાકિસ્તાનની સરકારી એરલાઇન્સને ભારે આર્થિક નુકસાન થયું છે.
પાકિસ્તાન ન્યૂઝ ચેનલ જિયો ટીવીએ આ જાણકારી આપી હતી. ન્યૂઝ રિપોર્ટ અનુસાર, વહીવટીતંત્રને આ મામલાની જાણકારી મળ્યા બાદ કોઇ તપાસ થઇ નથી. ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ખાલી ઉડાણો સિવાય હજ યાત્રા માટે સમર્પિત 36 હજ ફ્લાઇટ્સે પણ મુસાફર વિના ઉડાણ ભરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement