ભારતના આ નેતા પર આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહેલ ISISનો આતંકી રશિયામાંથી ઝડપાયો
રશિયાના સરકારી મીડિયામાં એક સમાચાર પ્રકાશિત થયા છે કે, સંઘીય સુરક્ષા સેવાએ (FSB) ISISના એક આત્મઘાતી હુમલાખોરને (Suicide Bomber) ઝડપી પાડ્યો છે
ISIS Terrorist Plotting Attack in India Nabbed: રશિયાના સરકારી મીડિયામાં એક સમાચાર પ્રકાશિત થયા છે કે, સંઘીય સુરક્ષા સેવાએ (FSB) ISISના એક આત્મઘાતી હુમલાખોરને (Suicide Bomber) ઝડપી પાડ્યો છે ભારત સરકારના (GOI) કોઈ પ્રતિનિધી સામે આતંકી હુમલાની (Terrorist Attack) યોજના બનાવી રહ્યો હતો. રશિયાની સમાચાર એજન્સી સ્પુતનિક અનુસાર દાએશનો આતંકી ભારતમાં એલીટ નેતૃત્વના એક સભ્યની સામે હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
આત્મઘાતી હુમલાની હતી યોજનાઃ
રશિયાની FSBએ એક નિવેદનમાં કહ્યું છે કે, રશિયામાં પ્રતિબંધીત આંતરરાષ્ટ્રીય સંગઠન ઈસ્લામીક સ્ટેટના એક સભ્યની ઓળખાણ કરવામાં આવી છે જે સેન્ટ્રલ એશિયન રીજનનો નાગરિક છે. જેણે ભારતમાં વર્તમાન સત્તાધારી પક્ષમાંથી એક પ્રતિનિધિને આત્મઘાતી હુમલામાં ઉડાવાની યોજના બનાવી હતી. નિવેદનમાં એ પણ કહેવાયું છે કે, આ પકડાયેલ આતંકી અપ્રિલથી જુનમાં દાએશ નેતૃત્વમાંથી કોઈના દ્વારા આત્મઘાતી હુમલાખોર તરીકે તુર્કીમાં ભરતી કરવામાં આવ્યો હતો.
ઈરાક અને સીરિયાના મોટા ભાગ ઉપર ઈસ્લામિક સ્ટેટનો કબ્જોઃ
જણાવી દઈએ કે, ISISને દાએશ, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવેંટ અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. 2013માં આ આતંકી સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. આ દુનિયાનું સૌથી ખુંખાર આતંકી અને ધનવાન આતંકી સંગઠન ગણવામાં આવે છે. આ સંગઠનનું બજેટ બે અરબ ડોલર હોવાનું કહેવાય છે. 2014માં આ સંગઠને પોતાના મુખિયા અબુ બક્ર અલ બગદાદીને દુનિયાના બધા મુસલમાનોનો ખલીફા ઘોષિત કર્યો હતો. ઈરાક અને સીરિયાના મોટા ભાગ ઉપર આ આતંકી સંગઠનનો કબ્જો હોવાનું કહેવાય છે. આ જગ્યાઓ પર આતંકી સંગઠન પોતાના જુના ઈસ્લામી કાયદા ચલાવે છે. ત્યારે હવે રશિયામાં ઝડપાયેલો ISISનો આતંકી ભારતમાં એલીટ નેતૃત્વના એક સભ્યની સામે હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
આ પણ વાંચોઃ