રશિયાના વિદેશ મંત્રીએ યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર હોવાની કરી વાત, જાણો શું રાખી શરત?
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી જાહેરાત કરી છે. હવે રશિયાએ કહ્યુ છે કે, તે વાતચીત કરવા માટે તૈયાર છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી જાહેરાત કરી છે. હવે રશિયાએ કહ્યુ છે કે, તે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના વિદેશ મંત્રી Lavrovએ નિવદેન આપ્યું છે કે, યુક્રેનનું સૈન્ય જો શસ્ત્ર હેઠા મુકી દે તો રશિયા વાતચીત માટે તૈયાર છે.
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'જો યુક્રેન લડાઈ બંધ કરે તો રશિયા વાતચીત કરવા તૈયાર છે. તે યુક્રેનની વર્તમાન સરકારથી દેશને આઝાદ કરાવવાનું ઓપરેશન પર છે. યુક્રેનને આઝાદ કરાવવું છે.
યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટનના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. યુક્રેન સૈન્યએ દાવો કર્યો હતો તેઓ રાજધાની કીવની બહાર રશિયન સૈન્ય સામે લડી રહ્યા છીએ. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા છે. તે સિવાય સાત રોકેટ સિસ્ટમ ખરાબ કરી દીધી છે અને 41 મોટર વ્હીકલને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ તરફથી ભારતીયોને સુરક્ષિત અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને ભારતીય દૂતાવાસ રોમાનિયા અને હંગરીના રસ્તે ભારતીયોને પાછા લાવવા પર સરકાર કામ કરી રહી છે.
રશિયાના યુદ્ધજહાજે યુક્રેનના 13 જવાનોને માર્યા હતા. યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં સાંભળી શકાય છે કે રશિયન યુદ્ધજહાજ તરફથી સરેન્ડર કરવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કરતા તમામ જવાનોને રશિયાએ મારી નાખ્યા હતા.
આ પણ વાંચોઃ
ભારત આ જગ્યાએ બે વિમાન મોકલીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરશે, જાણો કેન્દ્ર સરકારનું આયોજન
ભારત યુક્રેન પાસેથી તેલ સહિતની આ પ્રોડક્ટ ખરીદે છે, યુદ્ધથી મોંઘી થશે આ વસ્તુઓ
Russia-Ukraine War: યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ઓપરેશન ચલાવશે ભારત સરકાર
Ukraine-Russia War: જ્યારે સાયકલિસ્ટ પર પડ્યો રશિયાની તોપનો ગોળો, યુક્રેનમાં હુમલાનો LIVE Video