શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસથી અમેરિકાને ભારે નુકસાન, 4 ટ્રિલિયન ડોલરની રાહત આપવાની તૈયારી
મહાશક્તિ ગણાતો દેશ અમેરિકા હાલના સમયમાં કોરોના વાયરસની સામે લાચાર જોવા મળી રહ્યો છે.
વોશિંગ્ટનઃ મહાશક્તિ ગણાતો દેશ અમેરિકા હાલના સમયમાં કોરોના વાયરસની સામે લાચાર જોવા મળી રહ્યો છે. દેશમા કોરોના વાયરના કારણે સ્થિતિ ખરાબ છે અને સરકાર તેનો ઉકેલ શોધી રહી છે. લોકોને રાહત આપવા માટે ચાર ટ્રિલિયન ડોલરના પેકેજ પર ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશમાં 27,021 લોકો કોરાનાની ઝપેટમાં આવી ગયા છે જેમાંથી 344 લોકોના મોત થઇ ચૂક્યા છે.
અમેરિકાની સંસદમાં બિઝનેસ અને લોકોને આ સંકટના દોરમાં રાહત આપવા માટે પેકેજ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ટ્રેઝરી સેક્રેટરી ન્યૂકિને કહ્યુ કે આ પેકેજ ચાર ટ્રિલિયન અમેરિકન ડોલર હશે. ઇકોનોમીને સપોર્ટ કરવા માટે ફેડરલ રિઝર્વ સાથે કામ કરતા 4 ટ્રિલિયન ડોલરનું પેકેજ આપવામાં આવશે.
અમેરિકામાં કોરોનાના કારણે બિઝનેસ બંધ થઇ ગયા છે. લોકોની નોકરીઓ જવાની તૈયારીમાં છે. સ્કૂલો બંધ છે અને લોકો પોતાના ઘરોમાં કેદ છે. એવામાં દેશની ઇકોનોમીને ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement