Covid-19 in China: શી જિનપિંગની ચેતાવણી- 'ઝીરો કૉવિડ નીતિ' વિરુદ્ધ સવાલો કર્યા તો................
શાંધાઇના કેટલાક લોકો છેલ્લા પાંચ અઠવાડિયાથી ભોજનની ગંભીર કમી અને મેડિકલ દેખરેખ સુધીની પહોંચમાં કમીને લઇને પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યાં છે.
![Covid-19 in China: શી જિનપિંગની ચેતાવણી- 'ઝીરો કૉવિડ નીતિ' વિરુદ્ધ સવાલો કર્યા તો................ xi jinping warns for questioning on china zero covid policy for covid-19 Covid-19 in China: શી જિનપિંગની ચેતાવણી- 'ઝીરો કૉવિડ નીતિ' વિરુદ્ધ સવાલો કર્યા તો................](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2017/11/23174615/xi-jinping.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Xi Jinping on Zero Covid Policy: દુનિયાભરમાં કોરોના મહામારી સામે જંગ હજુ પણ ચાલુ જ છે. વળી, ચીનના કેટલાય શહેરોમાં કોરોના સંક્રમણ વધવાથી લૉકડાઉન (Lockdown) ની સ્થિતિ આવી છે. આ બધાની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) દેશની ઝીરો કૉવિડ નીતિ (Zero Covid Policy) પર સવાલો ઉઠાવનારાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી ચેતાવણી આપી છે.
સીએનએનના રિપોર્ટ અનુસાર, શાંધાઇના કેટલાક લોકો છેલ્લા પાંચ અઠવાડિયાથી ભોજનની ગંભીર કમી અને મેડિકલ દેખરેખ સુધીની પહોંચમાં કમીને લઇને પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યાં છે. આવામાં ગુરુવારે શી જિનપિંગની અધ્યક્ષતામાં એક બેઠકમાં સત્તારુઢ કૉમ્યુનિસ્ટ પાર્ટીના ટૉપ પોલિત બ્યૂરો સ્થાયી સમિતિએ ઝીરો કૉવિડ પૉલીસીનુ દ્રઢતાથી પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ મહામારીની રોકથામ નીતિઓને લઇને સંદેહ કરવા કે ઇનકાર કરનાર કોઇપણ કૃત્ય વિરુદ્ધ કડકાઇથી એક્શન લેવાની કહેવામાં આવી છે.
ઝીરો કૉવિડ પૉલીસી વિરુદ્ધ અવાજ નહીં ચલાવી લેવાય -શી જિનપિંગ
ચીનના સ્ટેટ મીડિયા અનુસાર, એ પહેલીવાર છે જ્યારે શી જિનપિંગે બેઠકમાં ગંભીરતાથી અને મુખ્ય ભાષણ આપ્યુ અને કૉવિડની વિરુદ્ધ ચીનની લડાઇ વિશે સાર્વજનિક ટિપ્પણી કરી છે. શાંધાઇમાં કડકાઇથી લૉકડાઉન બાદ સાર્વજનિક રીતે હંગામો અને પ્રદર્શન થયા હતો.
સરકારી એજન્સી સિન્હૂઆ અનુસાર, 7 સભ્યોવાળી સમિતિએ કહ્યું કે, અમારી રોકથામ અને નિયંત્રણ રણનીતિ પાર્ટીની પ્રકૃત્તિ અને મિશનથી નિર્ધારિત થાય છે. અમારી નીતિઓ ઇતિહાસની કસોટી પર ખરી ઉતરશે, અમારા ઉપાયો વૈજ્ઞાનિક અને પ્રભાવી છે, તેમને કહ્યું કે, અમે વૂહાનની રક્ષા માટે લડાઇ જીતી લીધી છે અને અમે નિશ્ચિત રીતે કૉવિડ વિરુદ્ધ શાધાઇની રક્ષા માટે લડાઇ જીતવામાં સફળ થઇશું.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)