શોધખોળ કરો
Raksha Bandhan 2024: રાખડી બાંધવાનો સમય, મંત્ર અને પૂજા વિધિ જાણી લો
Raksha Bandhan 2024: રાખડી બાંધવાનો સમય, મંત્ર અને પૂજા વિધિ જાણી લો

પ્રતિકાત્મક તસવીર
1/7

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે. આ સમય દરમિયાન ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે.
2/7

આ દિવસ દરેક ઘરોમાં વિવિધ માન્યતાઓ અને પ્રેમની લાગણીઓ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાખડીનો તહેવાર દરેક માટે ફાયદાઓથી ભરેલો છે. આ દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને પૂર્ણિમા પણ છે. આ સમયગાળા દરમિયાન, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રાવણ નક્ષત્રનો એક મહાન સંયોગ પણ રચાશે. આવી સ્થિતિમાં આવો જાણીએ રાખીના શુભ મુહૂર્ત અને પૂજાની રીત વિશે.
3/7

આ વર્ષે ભદ્રા 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે હશે. રક્ષાબંધનના દિવસે ભદ્રા સવારે 5.53 વાગ્યે શરૂ થશે અને બપોરે 1.32 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની મનાઈ છે.
4/7

વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ, રાખડી બાંધવાનો શુભ સમય 19 ઓગસ્ટના રોજ બપોરે 01:32 થી રાતના 9:07 સુધીનો રહેશે. આવી સ્થિતિમાં, તમે આ મુહૂર્તના સમયગાળા અનુસાર તમારા ભાઈને રાખડી બાંધી શકો છો.
5/7

રાખડી બાંધવા માટે પહેલા થાળીમાં મિઠાઈ અને રાખડી રાખો. હવે સૌથી પહેલા ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધો, કારણ કે આ હાથ પર રાખડી બાંધવી શુભ છે. પછી તેને મીઠાઈ ખવડાવો. હવે તમારા ભાઈની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી વખતે તેની આરતી કરો. આ દરમિયાન ભાઈઓએ બહેનોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ હોય છે.
6/7

રક્ષાબંધનનો મંત્ર- येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:। तेन त्वाम् प्रतिबद्धनामि ,रक्षे माचल माचल:।
7/7

આ દિવસે સવારે સ્નાન કરવું. પછી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી જ્યાં પણ પૂજા કરવી હોય ત્યાં ઘર કે મંદિરમાં શિવલિંગનો અભિષેક કરો. આ પછી મહાદેવને બેલના પાન અને ફૂલ ચઢાવો. હવે ભગવાન શિવની આરતી કરો. પછી તમારા બધા દેવી-દેવતાઓના નામ લઈને તમારા ભાઈની પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ માટે તેમની પાસે પ્રાર્થના કરો.
Published at : 17 Aug 2024 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
