શોધખોળ કરો
25 માર્ચે લોન્ચ થશે Komaki DT 3000 ઇલેક્ટ્રિક સ્કૂટર, 220km સુધીની રેન્જ આપશે
પ્રતિકાત્મક તસવીર
1/5

ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Komaki ભારતીય બજારમાં તેનું હાઈ-સ્પીડ ઈ-સ્કૂટર DT 3000 લોન્ચ કરવા જઈ રહી છે. તેને 25 માર્ચે લોન્ચ કરવામાં આવનાર છે. તેની કિંમત આશરે રૂ. 1,15,000 (એક્સ-શોરૂમ, દિલ્હી) હશે. જોકે, કંપની દ્વારા આગામી ઇલેક્ટ્રિક સ્કૂટરની કોઈ તસવીર જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે Komaki DT 3000 આ વર્ષે લોન્ચ થનારી કંપનીની ત્રીજી પ્રોડક્ટ હશે, આ પહેલા કંપની રેન્જર અને વેનિસને લોન્ચ કરી ચૂકી છે.
2/5

નવું ઈ-સ્કૂટર શક્તિશાળી 3000W BLDC મોટર સાથે આવી શકે છે. તેમાં 62V, 52AH ની અદ્યતન લિથિયમ બેટરી હોઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થવા પર 180 થી 220 કિમીની રેન્જ આપી શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. Komaki DT 3000 તેની નોંધણી મોડલ શ્રેણીમાં બ્રાન્ડની છઠ્ઠી પ્રોડક્ટ હશે.
Published at : 22 Mar 2022 07:42 AM (IST)
આગળ જુઓ



















