શોધખોળ કરો
Body Shamed : એશ્વર્યાથી લઈ સોનાક્ષી સુધી... આ અભિનેત્રીઓ તેમના વજનને લઈ થઈ બોડી શેમનો શિકાર
Actresses Body Shamed: બોલિવુડ અભિનેત્રીઓ તેમના ગ્લેમર અને ફિટનેસ માટે જાણીતી છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જેઓ તેમના વધેલા વજનને કારણે ઘણીવાર લોકોના નિશાના પર રહે છે. જાણો આ યાદીમાં કોણ કોણ છે.

Neha Dhupia And Vidya Balan
1/7

ફિલ્મોમાં બોલિવૂડ અભિનેત્રીઓને તેમના લુક માટે ઘણી જજ કરવામાં આવે છે. ક્યારેક થોડું વજન પણ વધી જાય તો આ સુંદરીઓના લોકો જીવવું હરામ કરી નાખે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ પોતાના વધેલા વજનના કારણે ટ્રોલીંગનો શિકાર બની હતી.
2/7

સોનાક્ષી સિન્હા બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેની હેવી બોડી અને ફિગરની ઘણીવાર સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવે છે. કેટલીકવાર તેઓ તેને ટ્રોલ્સ આંટી પણ કહે છે. જો કે અભિનેત્રી જ્યારે પણ તક મળે છે ત્યારે પોતાનો ગુસ્સો ઠાલવી દે છે.
3/7

વિદ્યા બાલનને પણ તેના વધતા વજનને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી છે, પરંતુ અભિનેત્રીને ટ્રોલ થવાનો કોઈ વાંધો નથી.
4/7

નેહા ધૂપિયા તેની બીજી પ્રેગ્નન્સી બાદ તેના વધેલા વજનને લઈને પણ ટ્રોલ થઈ છે. જો કે, તે જાણે છે કે બોસ લેડીની જેમ ટ્રોલ્સનો જવાબ કેવી રીતે આપવો.
5/7

ઐશ્વર્યા રાય બચ્ચન પણ પ્રેગ્નન્સી પછીના વજનમાં વધારો કરવાને કારણે ટ્રોલ થઈ હતી. આ દરમિયાન તે કાન્સના રેડ કાર્પેટનો પણ ભાગ બની હતી.
6/7

અભિનેત્રી હુમા કુરેશીના બોડી શેપ વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ તે લોકોની વાતને અવગણીને હંમેશા પોતાની રીતે જીવન જીવે છે.
7/7

ઇલિયાના ડીક્રુઝ પણ વધેલા વજનને કારણે ઘણી વખત ટ્રોલનો સામનો કરી ચુકી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે 12 વર્ષની હતી ત્યારથી બોડી શેમિંગનો સામનો કરી રહી છે.
Published at : 11 Dec 2022 10:13 PM (IST)
આગળ જુઓ
Advertisement