શોધખોળ કરો
Diwali 2024: માતા લક્ષ્મી-ગણેશજીની પૂજા કરી શ્રદ્ધા કપૂરે પરિવાર સાથે સેલિબ્રેટ કરી દિવાળી
Diwali 2024: ઘણા બોલિવૂડ સેલેબ્સ હવે તેમની દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરવા લાગ્યા છે. 'સ્ત્રી 2'ની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ પોતાની દિવાળી પૂજાની ઝલક બતાવી છે

All Photo Credit: Instagram
1/6

Diwali 2024: ઘણા બોલિવૂડ સેલેબ્સ હવે તેમની દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરવા લાગ્યા છે. 'સ્ત્રી 2'ની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ પોતાની દિવાળી પૂજાની ઝલક બતાવી છે, વર્ષ 2024 શ્રદ્ધા કપૂર માટે ખૂબ જ ખાસ રહ્યું છે. અભિનેત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી.
2/6

દિવાળીના તહેવાર પર શ્રદ્ધા કપૂરે ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રી તેની સાદગીમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ તસવીરમાં અભિનેત્રી તેના ઘરના દરવાજા પાસે દીવા પ્રગટાવીને પોઝ આપી રહી છે.
3/6

શ્રદ્ધા કપૂર તેના પિતા અને દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર, માતા પદ્મિની કોલ્હાપુરે અને તેના પતિ પ્રદીપ શર્મા સાથે જોવા મળી રહી છે. દરમિયાન દરેક જણ દીવા પ્રગટાવતા અને માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓ સમક્ષ તસવીરો ક્લિક કરાવી રહ્યા છે આ તસવીરમાં શ્રદ્ધા કપૂર તેની માસી અને દિગ્ગજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે તેમના ઘરના મંદિરની સામે સ્માઇલ સાથે તસવીર ક્લિક કરાવી રહ્યાં છે.
4/6

આ તસવીર શ્રદ્ધા કપૂરના ઘરના મંદિરની છે. તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ દેવી લક્ષ્મીની તસવીર સામે કળશ સ્થાપિત કરીને સંપૂર્ણ વિધિ સાથે દિવાળીની પૂજા કરી છે.
5/6

આ તસવીરમાં જોઈ શકાય છે કે શ્રદ્ધા કપૂરે દિવાળી પર ઘરને રંગોળીથી સજાવ્યું હતું.
6/6

શ્રદ્ધા કપૂરે પણ દિવાળી પર પોતાના ઘરને અનેક લાઇટ્સથી સજાવ્યું હતું
Published at : 01 Nov 2024 02:32 PM (IST)
આગળ જુઓ
Advertisement