શોધખોળ કરો
સારાથી લઈને શિલ્પા સુધી, બોલિવૂડ અભિનેત્રીઓ ગ્લોઈંગ સ્કિન માટે પીવે છે આ સિક્રેટ ડ્રિંક્સ
બોલિવૂડ અભિનેત્રીઓ માટે ગ્લોઈંગ સ્કિનથી પરફેક્ટ ફિગર મેળવવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તેઓ તેમના દિવસની શરૂઆત આ હેલ્ધી ડ્રિંક્સથી કરે છે. જે તેમને ફિટ અને ગ્લોઈંગ સ્કિન આપે છે.

બોલિવૂડ અભિનેત્રીઓ ગ્લોઈંગ સ્કિન માટે પીવે છે આ સિક્રેટ ડ્રિંક્સ
1/5

તાપસી પન્નુ તેની ચમકતી ત્વચા માટે દરરોજ સવારે કાકડી અને સેલરીનો રસ પીવે છે. આ પીણું તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
2/5

કિયારા અડવાણી તેની સવારની દિનચર્યા પણ સારી રીતે જાળવી રાખી છે, કિયારા ત્વચાને ટાઈટ રાખવા માટે લીલા નાળિયેરનું પાણી પીવાનું પસંદ કરે છે.
3/5

શિલ્પા શેટ્ટી જે તેના ટોન ફિગર માટે જાણીતી છે. તે દિવસની શરૂઆત એક ગ્લાસ ડિટોક્સિફાય તુલસીના પાણીથી કરે છે, તે મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે અને આપણને ફિટ રહેવામાં મદદ કરે છે, રોગો પણ દૂર રહે છે.
4/5

અભિનેત્રી કૃતિ સેનન પોતાની તંદુરસ્તી વધારવા માટે દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે, તાજગી મળે છે અને ઠંડીના દિવસોમાં હૂંફ પણ મળે છે.
5/5

સારા અલી ખાન તેના દિવસની શરૂઆત હૂંફાળા પાણી, હળદર અને પાલકથી બનેલા ડીટોક્સ પાણીથી કરે છે.સવારે હુંફાળું પાણી પીવાથી લોહીનો પ્રવાહ વધે છે, ઝેરી તત્વો બહાર નીકળે છે અને વજન જાળવી રાખે છે.
Published at : 04 Dec 2022 12:01 PM (IST)
આગળ જુઓ
Advertisement