વર્કિંગ વુમન ઓફિસ અને ઘરનું કામ મેનેજ કરવામાં તેની હેલ્થ અને બ્યુટી પ્રત્યે બેદરકાર થઇ જાય છે. ડાયટ સહિતની બાબતો પર બેદરકારી બ્યુટી અને હેલ્થ બંને પર વિપરિત અસર પાડે છે. તો ફિટ એન્ડ ફાઇન રહેવું હોય તો કેટલીક આદતોને જીવનમાં સામેલ કરવાથી ફિટ એન્ડ ફાઇન રહી શકાય છે.
2/5
એક કલાક વર્ક આઉટ માટે ફાળવો, ડાન્સ, રનિંગ, જોગિંગ, મોર્નિંગ વોક, ગમે તે કરીને પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરો. ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો
3/5
હવામાન ગમે તે હોય, શરીરમાં પાણીની કમી ન થવા દો. કામ દરમિયાન પાસે પાણીની બોટલ રાખો અને વારંવાર પાણી પીઓ. ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવો. જે સ્કિનને હાઇડ્રેઇટ રાખશે
4/5
ઓફિસમાં કલિગ્સ દ્વારા આપવામાં આવતી ચિપ્સ, બિસ્કિટ, કૂકીઝ વગેરેથી દૂર રહો. સલાડ અને ફ્રૂટનું ઓફિસ અવરમાં સેવન કરી શકાય છે. ફિટ રહેવા માટેનું આ બેસ્ટ મેનુ
5/5
માનસિક શાંતિ માટે ઓફિસ બાદ આપના માટે થોડો સમય કાઢો. કલાક અડધી કલાક પોતાના શોખને આપો અને ગમતી પ્રવૃતિ કરો, માઇન્ડ ફ્રેશ રહેશે