શોધખોળ કરો
Ahmedabad: કયા પોશ વિસ્તારમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું, જુઓ તસવીરો
સાયન્સ સિટીમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું.
1/4

રાજ્યમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. જેને લઈ કેટલાક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદના એક પોશ વિસ્તારમાં પણ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
2/4

અમદાવાદના સાયન્સ સીટીના શુકન મોલ વિસ્તારમાં શનિવાર અને રવિવારે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગ જીવન જરૂરિયાતની અને દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
3/4

અમાદાવાદમાં શનિવારે કોરોનાના 1409 કેસ અને શુક્રવારે 1296 કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 2700થી વધારે કેસ નોંધાયા છે.
4/4

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે.
Published at : 11 Apr 2021 01:07 PM (IST)
આગળ જુઓ





















