શોધખોળ કરો
સોનલબેન ખાખરાવાળાના ફરાળી થેપલામાંથી નીકળી ફુગ, ગ્રાહકે સોશિયલ મીડિયામાં તસવીર પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી
Ahmedabad News: અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે.

આ ઘટનાએ સ્થાનિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્યની ચિંતાઓ ઊભી કરી છે.
1/5

સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
2/5

તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે, જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે.
3/5

જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચાલિક ફરિયાદ કરવામાં નથી આવી.
4/5

આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. (તસવીરઃ સોનલબેન ખાખરાવાળા ફેસબુક પેજ)
5/5

સાયન્સ સીટી ખાતેના સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો. અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલ હતા. ફૂગની ગ્રાહકની આશંકાના કારણે હાલ ફરાળી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે.
Published at : 12 Aug 2024 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
