ક્રેડાઈ ગુજરાત (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ગુજરાત)નાં પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલ જણાવ્યું હતું કે, દેશનાં અર્થતંત્રમાં જીડીપી વૃદ્ધિ તેમજ ખર્ચ આયોજનમાં બાંધકામનો હિસ્સો 50 ટકાનો છે. તેની સાથે 250 જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે. આ ઉદ્યોગ 40 મિલિયનથી વધુ કામદારોને રોજગારી પૂરી પડે છે જે રોજગારીમાં કૃષિક્ષેત્ર પછીનાં સ્થાને છે.2030 સુધીમાં 600 મિલિયનના આંકને સ્પર્શનારી યુવા વસતિનો મહત્તમ લાભ મેળવવા માટે ભારતે યુવાનોને સમાવવા માટે શહેરોમાં વિશાળ આવાસ બનાવવાની જરૂર છે.આ મામલે સરકાર દ્વારા ઝડપી અને ત્વરિત કાર્યવાહીથી આશરે 40 મિલિયન જેટલાં બાંધકામ કામદારોની રોજગારી બચી જશે એટલું જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને તેના આધારીત આશરે 250 થી વધુ ઇન્ડસ્ટ્રીઝનો બચાવ કરી શકાશે. કારણ કે સિમેન્ટ અને સ્ટીલના ઊંચા ખર્ચથી સરકારના મુખ્ય ધ્યેયને પણ નકારાત્મક અસર થશે જેના કારણે માત્ર ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરો જ નહીં પરંતુ સરકારીશ્રીની યોજનાઓના લાભાર્થીઓને પણ તકલીફ પડશે.
2/6
અમદાવાદ: સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ તથા બિટુમેનના ભાવમાં થઈ રહેલાં અસહ્ય કૃત્રિમ ભાવ વધારા તથા સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા કરાઈ રહેલા કાર્ટેલાઈઝેશનનો વિરોધ કરવા માટે બાંધકામ અને તેના સંલગ્ન ઉદ્યોગોની પાંચ સંસ્થાઓએ 12 ફેબ્રુઆરી, 2021ના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
3/6
એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ (ઇન્ડિયા) - અમદાવાદ સેન્ટર – ગુજરાતના પ્રમુખ એન્જિનિયર, આનંદ વી દવેએ જણાવ્યું હતું કે "સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓની સ્થાપિત ઉત્પાદન ક્ષમતાનાં આંકડાઓ દર્શાવે છે કે આ કંપનીઓ તેમની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન કરીને કાર્ટેલ રચીને કોઈ પણ તાર્કિક કારણો વગર ભાવવધારો કરે છે. સરકારે તેનાં પર તાત્કાલીક નિયંત્રણ મુકવું જોઈએ.
4/6
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત પ્રકલ્પના હોદ્દેદારો દ્વારા ક્રેડાઈ ગુજરાત (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- ગુજરાત), ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન, ક્રેડાઈ અમદાવાદ ગાહેડ (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ (ઇન્ડિયા) અમદાવાદ સેન્ટર સાથે ઉપરોક્ત વિષય પર આયોજિત સંયુક્ત બેઠકમાં સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ દ્વારા અપનાવાતી અનૈતિક કાર્યપદ્ધતિઓ અને અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસ અને કાર્ટેલાઈઝેશન સહિતના વિવિધ મામલે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. જેને લીધે રિઅલ એસ્ટેટ સેક્ટર અને ભારતીય અર્થતંત્ર પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને ઉપર નિર્દિશ્ટ તમામ એસોસિયેશનોએ બિલ્ડર એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રકલ્પ દ્વારા સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના કાર્ટેલાઈઝેશ વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનને એકમતે સહયોગ આપી આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા સરકારને અપીલ કરી હતી. આ સંદર્ભમાં, અમે સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદન દ્વારા અપનાવવામાં આવેલી અયોગ્ય કાર્યપદ્ધતિ વિરુદ્ધ સંયુક્તપણે આ અખબારી યાદી જારી કરીએ છીએ.
5/6
કાચા માલની કિંમતમાં કોઈ પણ વધારો બાંધકામ ખર્ચ અને એકંદર પ્રોજેક્ટ ખર્ચમાં વધારો કરશે. ભારતમાં સ્ટીલ અને સિમેન્ટ મુખ્ય કાચો માલ છે અને બાંધકામમાં ઉપયોગમાં લેવાતી કુલ સામગ્રીમાં તેનો હિસ્સો 65% થી 70% જેટલો રહે છે. બીજી બાજુ નિશ્ચિત દર, નિશ્ચિત સમયના ધોરણે કામ કરતાં કોન્ટ્રાક્ટરોને સિમેન્ટ અને સ્ટીલના ઊંચા ભાવનો ભોગ બનવું પડે છે. જેને પગલે નજીકના ભવિષ્યમાં બાંધકામની કિંમતમાં 15થી 20 ટકા વધી જશે અને પરિણામેયોગ્ય કરવેરા વ્યવસ્થા અને આયોજન હોવા છતાં વર્ષ 2022 સુધીમાં તમામ લોકોનેઘર પૂરું પાડવાનું આપણા માનનીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન પૂરું નહીં થઈ શકે. ઉપરાંત, ઘર ખરીદનારા લોકોને પણ તેમના ઘર માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનાં પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સિમેન્ટ, સ્ટીલ,ડિઝલ અને બિટુમેનનાં ભાવોમાં અસહ્ય વધારાને કારણે જાહેરક્ષેત્રનાં આંતરમાળખાકીય પ્રોજેક્ટો અટવાઈ જશે અને જાહેર નાણાંનું અબજો રૂપિયાનું નુકશાન થશે.
6/6
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ), બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા - ગુજરાત સ્ટેટ (બીએઆઈ), ક્રેડાઈ ગુજરાત (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- ગુજરાત), ક્રેડાઈ અમદાવાદ ગાહેડ (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ (ઇન્ડિયા) - અમદાવાદ સેન્ટર – ગુજરાત (એસીસીઈ) હડતાળમાં જોડાશે.