હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોએ જણાવ્યું હતું.
3/6
વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
4/6
જોકે કોઈને જાનહાનિ થઈ હોવાનું હાલ જાણવા મળ્યું નથી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. હજુ પણ ગાડીઓ સાઇડ પર કરવાની કામગીરી ચાલી રહી છે.
5/6
અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. જેના કારણે સવારે પણ ચાલકોએ વાહનોની હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. ધુમ્મસના કારણે અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર 15 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.
6/6
વહેલી સવારે નડિયાદ પાસે ખારી નદીની બાજુમાં એક સાથે 15 થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાતા થોડી વાર માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. એક પાછળ એક ગાડી અથડાઈ હતી.