શોધખોળ કરો
Bhavnagar: વરતેજ PGVCLની મનમાની સામે ગામલોકોએ ઢોલ નગારા સાથે કચેરીમાં કર્યો વિરોધ
Bhavnagar: વરતેજ PGVCLની મનમાની સામે ગામલોકોએ ઢોલ નગારા સાથે કચેરીમાં કર્યો વિરોધ
ઢોલ નગારા સાથે કચેરીમાં વિરોધ
1/5

ભાવનગર: ભાવનગર વરતેજ PGVCLની મનમાની સામે ગામ લોકોએ ઢોલ નગારા સાથે કચેરીમાં વિરોધ કર્યો હતો. છેલ્લા 15 દિવસથી વરતેજ અને આસપાસના ગામોમાં જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડીની વીજળી 24 કલાકમાંથી માત્ર 12 કલાક જ મળી રહી છે અને તે પણ અનિયમિત મળે છે. જેના કારણે લોકોમાં રોષ છે.
2/5

સમયસર વીજ પુરવઠો નહીં મળતા વરતેજ ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. PGVCL અને વરતેજ GETCO ને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં સમયસર વીજ પુરવઠો નહીં મળતા આજે ગામ લોકો દ્વારા અનોખો વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
Published at : 04 Jul 2024 04:01 PM (IST)
આગળ જુઓ





















