શોધખોળ કરો
Bharat Gas: ભારત ગેસે લોન્ચ કર્યુ પ્યોર ફોર શ્યોર, જાણો તમને શું થશે ફાયદો
BPCLએ સિલિન્ડરની ગુણવત્તા અને વજન માટે વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્યોર ફોર શ્યોર સ્કીમ હેઠળ લોકો યોગ્ય વજનના સિલિન્ડર મેળવી શકશે. સિલિન્ડર સાથે કોઈપણ પ્રકારની ચેડાં કરી શકાય નહીં.

ડિલિવરી લેતા પહેલા ગ્રાહકો સિલિન્ડરની તપાસ કરી શકશે.
1/6

ભારત ગેસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા દેશમાં તેના પ્રકારની પ્રથમ સેવા છે. આ સેવા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગોવામાં આયોજિત IEW 2024માં શરૂ કરી હતી.
2/6

BPCLએ કહ્યું કે Pure for Sure ની મદદથી ગ્રાહકો યોગ્ય સિલિન્ડર મેળવી શકશે. આ સ્કીમ હેઠળ સિલિન્ડર પર ટેમ્પર-પ્રૂફ સીલ લગાવવામાં આવશે. તેમાં QR કોડ હશે. QR કોડ સ્કેન કરવા પર, ગ્રાહકોને સિગ્નેચર ટ્યુન સાથે પ્યોર ફોર સ્યોર પોપ અપ દેખાશે
3/6

સિલિન્ડરનું વજન જેવી ઘણી મહત્વપૂર્ણ વિગતો તેમાં દેખાશે. જેના કારણે ગ્રાહકો ડિલિવરી લેતા પહેલા પણ સિલિન્ડર ચેક કરી શકશે. જો સિલિન્ડર સાથે છેડછાડ કરવામાં આવી છે, તો QR કોડ સ્કેન થશે નહીં.
4/6

બીપીસીએલના પ્રમુખ અને એમડી જી કૃષ્ણકુમારે કહ્યું કે બીપીસીએલની પ્યોર ફોર શ્યોર સ્કીમ એલપીજી સેવામાં મોટો ફેરફાર લાવશે. આનાથી ગ્રાહકોમાં સિલિન્ડરની ગુણવત્તા અંગે વિશ્વાસ વધશે.
5/6

કંપની ટ્રાન્ઝિટમાં ગેસ સિલિન્ડરની ચોરી, ડિલિવરી સમયે ગ્રાહકની હાજરી અને રિફિલ ડિલિવરી માટે સમયની પસંદગી જેવા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. પ્યોર ફોર સ્યોર હેઠળ AI આધારિત રૂટ ઑપ્ટિમાઇઝર સેવા પણ ઉપલબ્ધ થશે. તેનાથી એજન્સીની ડિલિવરી ક્ષમતામાં વધારો થશે.
6/6

કંપની ડિલિવરીમાં મહિલાઓને પણ સામેલ કરવા માંગે છે. વધુમાં, ડિલિવરી સૂચનાઓ, રીઅલ ટાઇમ ટ્રેકિંગ, OTP આધારિત ડિલિવરી અને પ્રિફર્ડ સ્લોટ બુકિંગ જેવી સુવિધાઓ સાથે, પ્યોર ફોર સ્યોર એક ઉત્તમ સેવા અનુભવનું વચન આપે છે.
Published at : 10 Feb 2024 07:26 AM (IST)
આગળ જુઓ
Advertisement