શોધખોળ કરો
100મા જન્મદિવસ પર હીરાબાને મળવા પહોંચ્યા PM મોદી, માતાના પગ ધોઇ લીધા આશીર્વાદ

માતાના પગ ધોતા PM મોદી
1/8

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિતે આશીર્વાદ લીધા હતા. નાનાભાઈ પંકજભાઈ સાથે માતા હીરાબા ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે. ત્યારે વહેલી સવારે 6 વાગ્યેને 26 મીનિટે વડાપ્રધાન રાજભવનથી રાયસણ જવા રવાના થયા હતા.
2/8

દરમિયાન વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના પગ ધોઇ આશીર્વાદ લીધા હતા. માતા સાથે પાટલા પર બેસી વડાપ્રધાને ખબરઅંતર પૂછ્યા હતા. બંન્ને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી.
3/8

વડાપ્રધાન મોદીની માતાનો 100મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી જ્યારે પોતાની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. આ બેગમાં માતા માટે ભેટ લઈને પહોંચ્યા હતા.
4/8

PMના પરિવારને ભગવાન જગન્નાથમાં અનેરી આસ્થા છે. ત્યારે હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે.
5/8

મંદિર ખાતે આજે યોજાનારા ભંડારામાં દાળ-ભાત, પુરી અને માલપુઆ પીરસાશે. આ ભંડારામાં મર્યાદિત સંખ્યામાં સાધુ- સંતો અને હીરાબાના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
6/8

આ તરફ PMના વતન વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.
7/8

ગાંધીનગરથી તેઓ સીધા હેલિકોપ્ટર મારફતે પાવગઢ જવા માટે રવાના થયા છે. અહીં તેઓ મહાકાળી માતાના દર્શન કરશે
8/8

પીએમ મોદીએ માતા હીરાબાને મીઠાઇ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા
Published at : 18 Jun 2022 07:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
