શોધખોળ કરો
ભર ઉનાળે અંબાજીમાં વરસાદ: બજારોમાં પાણી વહેતું થયું, ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે ઉનાળામાં અષાઢી માહોલ
Ambaji weather update: અરવલ્લીની ગિરિમાળામાં પણ વરસાદી માહોલ, બજારોમાં પાણી વહેતું થયું; હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકામાં પણ ઝાપટાં.
Unseasonal rain in Ambaji: ભર ઉનાળે શક્તિપીઠ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાને કારણે મેઘમહેર થતા બજારોમાં પાણી વહેતું જોવા મળ્યું હતું, અને ઉનાળાની આકરી ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી. આજે અંબાજી પંથકમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે આ વરસાદે અષાઢી માહોલનો અનુભવ કરાવ્યો હતો.
1/5

શક્તિપીઠ અંબાજી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે (૨૫ મે, ૨૦૨૫) બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
2/5

ધોમધખતા ઉનાળામાં અષાઢી માહોલનો અનુભવ કરાવતા આ વરસાદને કારણે બજારોમાં પાણી વહેતું જોવા મળ્યું હતું.
Published at : 25 May 2025 05:45 PM (IST)
આગળ જુઓ




















