શોધખોળ કરો
કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષા, દિલ્હીમાં વધશે ઠંડી, જાણો આવનારા દિવસોમાં કેવુ રહેશે હવામાન
કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષા, દિલ્હીમાં વધશે ઠંડી, જાણો આવનારા દિવસોમાં કેવુ રહેશે હવામાન

તસવીર-સોશિયલ મીડિયા
1/7

IMDએ જણાવ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે વધુમાં કહ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
2/7

હવામાન વિભાગે કહ્યું કે બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
3/7

IMD એ વિડિયો જાહેર કરીને કહ્યું કે ગુરુવાર (22 ફેબ્રુઆરી)થી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ઘટવાનું શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવું થશે.
4/7

IMDએ કહ્યું કે બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ શકે છે.
5/7

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હવામાન કચેરીએ આગાહી કરી છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે (21 ફેબ્રુઆરી) વરસાદ થવાની શક્યતા છે.
6/7

મંગળવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં શિયાળાની સીઝનની બીજી હિમવર્ષા થઈ.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
Published at : 20 Feb 2024 09:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
