શોધખોળ કરો
PM Awas Yojana: આ સરકારી યોજના માટે અરજી કરતા પહેલા આ વાતોનુ રાખો ખાસ ધ્યાન, નહીં તો થઇ જશે તમારી સાથે છેતરપિંડી

ફાઇલ તસવીર
1/6

PM Awas Yojana Application: દરેક વ્યક્તિનુ એ સપનુ હોય છે કે, તેનુ પોતાનુ ઘર હોય, આ સપનુ પુરુ કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આખી જિંદગી જતી રહે છે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેટલીય પ્રકારની યોજનાઓ ચલાવે છે. તેમાની એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના દ્વારા સરકાર લોકોને ઓછા પૈસામાં ખરીદવામાં મદદ કરે છે.
2/6

આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડે છે, પરંતુ ઘણીવાર લોકો અરજી કરતી વખતે કેટલીક એવી ભૂલો કરી દે છે, જેના કારણે તે પછીથી તે છેતરપિંડીનો ભોગ બની જાય છે. તો જાણો તે વાતો વિશે, જેનુ ધ્યાન તમારે અરજી કરતી વખતે ખાસ રાખવુ જોઇએ...........
3/6

આજના સમયમાં દરેક સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડના ડેટાની જરૂર પડે છે, આધાર કાર્ડ સાથે તમામ લોકોના બેન્ક એકાઉન્ટ જોડાયેલા હોય છે, આવામાં આધારની જાણકારી શેર કરતી વખતે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે ડેટા કોઇ ખોટા વ્યક્તિ પાસે ના જતો રહે. કોઇને પણ ભૂલથી અસલી આધાર કાર્ડ ના આપો.
4/6

આની સાથે જ યોજના માટે અરજી કરતી વખતે કોઇની પણ સાથે પોતાની બેન્ક ડિટેલ્સ શેર ના કરો. ઘણીવાર ફ્રૉડ કરનારા લોકો બેન્ક સાથે જોડાયેલી જરૂર માહિતી મેળવીને લોકોનુ ખાતુ ખાલી કરી દેતા હોય છે. આવામાં ભૂલથી પણ અરજી કરતી વખતે બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ કોઇની સાથે શેર ના કરો.
5/6

અરજી કરતી વખતે આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે અરજી કરતી વખતે કોઇને પૈસા ના આપો. ઘણીવાર છેતરપિંડી કરનારા લોકો અરજીના બદલામાં લોકો પાસેથી પૈસા માંગે છે, જો તમારી પાસે કોઇ ઘરના બદલે પૈસા માંગે છે, તો તેને ભૂલથી પણ પૈસા ના આપો, અને આની ફરિયાદ નોંધાવો.
6/6

જો કોઇ વ્યક્તિ અરજીના સમયે તમારી પાસે કોઇપણ એટીએમ પીન કે ઓટીપીની માંગ કરે છે, તો તેને આ જાણકારી ના આપો. આ તમારા ખાતામાંથી પૈસા કાઢી શકે છે, અને તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
Published at : 03 Jul 2022 11:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
