અહીં મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની મહાપુજા કરી હતી.
2/4
વેરાવળઃ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાંજે શુંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવ્યા હતા. પ્રથમ સોમવારે સોમનાથ મહાદવને 11 જેટલી ધ્વજા ચડાવવામાં આવી હતી. પ્રથમ સોમવારે સાંજ સુધીમાં દસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
3/4
સાંજે સાયં આરતી પહેલા રાજ્યના પ્રવાસ મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.
4/4
સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી દસ હજાર થી વધુ ભક્તો આવેલા હતા જે પૈકી 3,746 ભક્તોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રથમ સોમવાર માટે કરાવેલુ હતું.