શોધખોળ કરો
સુરતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સાથે કાર્યકર્તાઓએ સેલ્ફી લેવા કરી પડાપડી, જુઓ તસવીરો
વિજય રૂપાણી સાથે સેલ્ફી લેતી ભાજપની મહિલા કાર્યકર્તાઓ
1/6

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. જેને લઈ સુરતમાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ રહી છે.
2/6

આ બેઠકમાં ભાગ લેવા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ સુરત આવ્યા છે.
3/6

કાર્યક્રમ સ્થળે પૂર્વ સીએમ વિજય રૂપાણી પહોંચતા જ મહિલા કાર્યકર્તાઓએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.
4/6

કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે કહ્યું, ચૂંટણીના સમયમાં જવાબદાર લોકો સિવાય કોઈએ નિવેદનો ન આપવા. ટીવી ડીબેટમાં ભાજપનો કોઈ કાર્યકર્તા જાય નહીં તેવી કડક સૂચના છે.
5/6

ટિકિટની ચિંતા ન કરવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટકોર કરી કહ્યું, કેન્દ્રના નેતૃત્વ પર વિશ્વાસ રાખો. કેન્દ્રનું નેતૃત્વ મેરીટના બળ પર જ ઉમેદવારને ટીકીટ આપશે. ટિકિટની ચિંતા કરવાની જરૂર નથી.
6/6

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવા પ્રદેશ પ્રમુખે ટકોર કરી કહ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ને સતત ખેડૂતો ને યાદ અપાવવી જોઈએ. કાર્યકર્તા કામ ન કરતો હોય તો તેને ટકોર કરીને કામે લગાડી દો.
Published at : 09 Jul 2022 12:32 PM (IST)
આગળ જુઓ
Advertisement





















