શોધખોળ કરો
Chandrayaan 3ના એક મહિના બાદ રશિયાએ છોડ્યુ Luna 25, છતાં ચંદ્રની ધરતી પર પહેલા પહોંચી જશે, જાણો બન્નેમાં શું છે અંતર ?
રશિયાનું મિશન લૂના-25 આ મહિને 21 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર ઉતરી શકે છે,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Chandrayaan 3 vs Luna 25: ચંદ્રયાન-3 બાદ રશિયાએ પોતાનું મૂન સ્પેસક્રાફ્ટ લૉન્ચ કરી દીધુ છે, આ મિશનનું નામ છે લૂના-25. ચંદ્રયાન-3ના લગભગ એક મહિના બાદ લૂના-25 લૉન્ચ કરવામાં આવ્યુ છે અને આ પહેલા ચંદ્રની ધરતી પર લેન્ડ કરી શકશે.
2/7

રશિયાનું મિશન લૂના-25 આ મહિને 21 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર ઉતરી શકે છે, જ્યારે ભારતનું ચંદ્રયાન-3 મિશન આના બે દિવસ બાદ 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચી શકશે.
3/7

ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડિંગના લૉકેશન 69.63 દક્ષિણ, 32.32 પૂર્વ છે, વળી, રશિયન મિશનનું લૉકેશન 69.5 દક્ષિણ, 43.5 પૂર્વ છે. ચંદ્રયાન-3 અને લૂના-25ની દુરી વધુ નહીં હોય.
4/7

ભારત અને રશિયા બન્નેના જ મૂન સ્પેસક્રાફ્ટ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે. શનમુગા સુબ્રમણ્યમે બતાવ્યુ કે, ચંદ્ર પર ચંદ્રયાન-3 અને લૂના-25ની વચ્ચેની દુરરી 118 કિમી હશે, શનમુગા સુબ્રમણ્યમ તે જ શખ્સ છે, જેને ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કાટમાળની યોગ્ય ભાળ મેળવી હતી.
5/7

મિશન લૂના-25ની સરખામણીમાં ચંદ્રયાન-3 લાંબા રસ્તાં પરથી સફર કરી રહ્યું છે, આનું એક કારણ એ છે કે, રશિયન રૉકેટ વધુ મોટુ અને શક્તિશાળી છે. ભારતનું રૉકેટ નાનું અને ઓછા ખર્ચવાળુ છે. ચંદ્રયાન-3નું રૉકેટ એટલું ગતિ (વેલૉસિટી) નથી આપી શકતુ જે વધુ ઝડપથી ચંદ્ર તરફ જઇ શકે.
6/7

બન્ને મૂન સ્પેસક્રાફ્ટના લેન્ડિંગનો સમય લગભગ એક જ છે, પરંતુ બન્નેએ અલગ અલગ જગ્યા પર ઉતરવાની યોજના બનાવી છે, રશિયન એજન્સીએ કહ્યું કે, બન્નેની વચ્ચે કોઇ હસ્તક્ષેપ નહીં થાય.
7/7

બન્ને જ મિશનની પાસે રૉવર અને લેન્ડર છે, ચંદ્રયાન-3 માત્ર 14 દિવસ સુધી ચંદ્ર પર કામ કરશે, જ્યારે લૂના-25 ચંદ્ર પર એક વર્ષ સુધી રિસર્ચ કરતું રહેશે. આ ચંદ્રની માટીના નમૂના લેવા અને તેનું વિશ્લેષણ કરશે.
Published at : 12 Aug 2023 03:17 PM (IST)
Tags :
Chandrayaan-3 India Russia ISRO Chandrayaan 3 Launch India Moon Mission Chandrayaan 3 Live Chandrayaan 3 Images Chandrayaan 3 Budget Chandrayaan 3 Launch Live Chandrayaan 3 News Live Chandrayaan 3 Launch Live Streaming ISRO Chandrayaan 3 Chandrayaan 3 Moon Mision Live SUPARCO Russia Moon Mission Moon Mission Luna Luna 25વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
